Saturday , 5 September 2026
Home ગુજરાત સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: ફર્જ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાત

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: ફર્જ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં જંગલ સંપત્તિનું રક્ષણ કરતા વન વિભાગના RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) વિકાસ દેસાઈ અને એક સ્થાનિક યુવકે લાકડા ચોરોની પીછો કરતી વખતે માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

તાપી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ માહિતીના આધારે ફરજ પર તૈનાત RFO વિકાસ દેસાઈ અત્યંત સતર્ક હતા. વહેલી સવારે આશરે 4:00 થી 5:00 વાગ્યાના સુમારે ઉકાઈ તરફથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ગાડીને રોકવાનો પ્રયાસ કરતા, ચાલકે વાહન ઊભું રાખવાને બદલે પુરઝડપે હંકારી મૂક્યું હતું, જેથી વન વિભાગની ટીમે સમયસૂચકતા વાપરીને લાકડા ચોરોનો પીછો શરૂ કર્યો હતો.

બંને વાહનો સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક પહોંચ્યાં ત્યારે અચાનક પીછો કરી રહેલી ગાડી અને લાકડા ભરેલી શંકાસ્પદ ગાડી ત્યાં ઊભેલા એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં વન વિભાગના RFO વિકાસ દેસાઈ અને સરખડી ગામના રહેવાસી રાકેશ રેલન ગામીતનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં વાહનોમાંથી ગેરકાયદેસર લાકડું મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એક નિષ્ઠાવાન અધિકારી અને તેમના સહયોગી યુવકના અકાળે અવસાનથી વન વિભાગ તેમજ સમગ્ર તાપી જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Related Articles

ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં...

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...