Saturday , 10 October 2026
Home ગુજરાત આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકો જ ગિરિરાજની પવિત્રતા ખંડિત કરવા જૈનોના શ્રદ્ધાની હત્યા કરી રહ્યા છે
ગુજરાત

આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકો જ ગિરિરાજની પવિત્રતા ખંડિત કરવા જૈનોના શ્રદ્ધાની હત્યા કરી રહ્યા છે

આણંદજી કલ્યાણજી પેઢીના એક સંચાલકની માલિકીની ખાનગી પેઢી દ્વારા જ શત્રુંજય પર્વત પર ૪૦ ફૂટનો રસ્તો બનાવી રહ્યું હોવા છતાં પેઢી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં

કંપનીના સંચાલકો દ્વારા વનીકરણના નામે અહીં ગિરિરાજને લીલોછમ નહીં પરંતુ આ વનીકરણમાંથી કાર્બન ઉત્પન્ન કરી તેનો ધંધો કરવા માંગે છે : વધુ વિગત વાંચો આવનારા બીજા એપિસોડમાં

વિશ્વના તમામ જૈનના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી શાશ્વત ગીરીરાજ શ્રી શેત્રુંજય તીર્થની છાતીમાં આણંદજી કલ્યાણજીની પેઢી અને તેના મળતીયાઓ એ ખંજર ભોંક્યું છે. જે મહાતીર્થની ભૂમિનો એક એક કણ પવિત્ર છે અને જ્યાં કણે કણે અનેક આત્માઓ મોક્ષ ગયા છે ત્યાં તોતિંગ બુલડોઝર દ્વારા વનીકરણના નામે 40 ફૂટ પહોળાઈનો પાર્શ્વ પદ્માવતી સુધી રસ્તો બનાવી મનમાંની કરી રહ્યા છે અને ગીરરાજને પણ ધંધાનું સ્થાન બનાવી દીધું છે. (ધંધો કેવી રીતે એ આપણે બીજા એપિસોડમાં જોઈશું). જ્યારે તેમણે જોયું કે સાધુ સંતોનો વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે લોલીપોપ લઈને મહાત્માઓને સમજાવવા નીકળ્યા છે ખરેખર શત્રુંજય પર બનેલી આ ઘટના અત્યંત દુઃખદાઈ છે.

અમારે ગત તારીખ 7મી ઓક્ટોબરના રોજ પાલીતાણા જવાનું થયું અને કેટલાક મહાત્મા અને શ્રાવકો ને મળવાનું થયું તેઓની વાત સાંભળીને પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હોય તેવો અહેસાસ થયો અને ઊંડો આઘાત લાગ્યો. વાત એમ છે કે આટલા આ પવિત્ર ગિરિરાજ જેના કણ કણમાં અનેક આત્માઓ મોક્ષ ગયેલા છે તે ગિરિરાજની એક એક શીલા પૂજનીય છે અને અનેક જૈન આ ગિરિરાજની પવિત્ર અને પૂજનીય શીલાઓ પોતાના ગામમાં કે પોતાના ઘરમાં લઈ જઈ આજે પણ પૂજા કરી રહ્યા છે તેવી લાખોની સંખ્યામાં શીલાઓનો આ દંભી ટ્રષ્ટિઓએ પોતાના સ્વાર્થ ખાતર બુલડોઝર ચલાવી ખુરદો બોલાવી દીધો છે અને જૈનોની શ્રદ્ધાની બાદબાકી કરી હત્યા કરી દીધી છે.

વનીકરણના નામે ગિરિરાજની તળેટીથી ઉપર સુધી 40 ફૂટ પહોળો રસ્તો બનાવી દીધો છે. અને આ કામ ચોમાસામાં કર્યું કારણકે તેઓને ખબર છે કે ચોમાસામાં યાત્રિકો ખૂબ જ ઓછી સંખ્યામાં આવે તેથી કોઈને ખબર ના પડે પરંતુ પાપ હંમેશા છાપરે ચડીને પોકારતું હોય છે અને આ વાતની પોલ ખુલ્લી પડી ગઈ વાત જાહેર થતાં જ જૈન આચાર્યો ભડકીયા અને તેમણે આણંદ જી કલ્યાણજીની પેઢીને પત્ર લખી અનેક સવાલો કર્યા હવે જ્યારે જૈન આચાર્ય તરફથી પત્ર ગયા એટલે પેઢી દોડતી થઈ ગઈ અને પોતાનો આ પાપ છુપાવવા જૈન આચાર્યો ને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને તેમણે ગિરિરાજ પર વનીકરણ શા માટે ? તે અંગે મોટા પ્રોજેક્ટર સાથે પાલીતાણામાં બિરાજમાન જૈન આચાર્ય સાથે મીટીંગો કરી અને એ પ્રોજેક્ટરમાં તેઓ ગિરિરાજને લીલો છમ રહેશે તેમ સમજાવવા લાગ્યા પરંતુ જે કંપનીએ વનીકરણ લીધું છે તે કંપની અહીં ગિરિરાજને લીલોછમ નહીં પરંતુ આ વનીકરણમાંથી કાર્બન ઉત્પન્ન કરી તેનો ધંધો કરવા માંગે છે આ તમામ વાતો હવે આપણે આવનારા અમારા બીજા નંબરના એપિસોડમાં જોઈશું.

અનિલ શાહ(વાંસદા)

Related Articles

ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં...

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...