Saturday , 3 October 2026
Home ગુજરાત ગોપીપુરા ઉર્જાભૂમિ અને પાવાગઢના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પૂ. પંન્યાસ પ્રવર જિનપ્રેમ વિજયજી ગણીવર્ય સહિત ત્રણ શિષ્યો કલેક્ટર કચેરીએ ઉપવાસ પર ઉતરતાં તંત્ર દોડતું થયું
ગુજરાત

ગોપીપુરા ઉર્જાભૂમિ અને પાવાગઢના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પૂ. પંન્યાસ પ્રવર જિનપ્રેમ વિજયજી ગણીવર્ય સહિત ત્રણ શિષ્યો કલેક્ટર કચેરીએ ઉપવાસ પર ઉતરતાં તંત્ર દોડતું થયું

સુરત, તા. ૩ ઓક્ટોબર : ગુજરાતમાં ચાલી રહેલા 10,000થી વધુ કતલખાનાં તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે ગઈકાલે જૈન સાધુ ભગવંતો તથા હિન્દુ મહંતોની આગેવાની હેઠળ જીવદયા પ્રેમીઓની વિશાળ રેલી યોજાઈ હતી. રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ સંતો-મહંતો પરત ફર્યા હતા, પરંતુ પૂ. પંન્યાસ પ્રવર જિનપ્રેમ વિજયજી ગણીવર્ય પોતાના ત્રણ શિષ્યો સાથે કલેક્ટર કચેરી ખાતે જ બેસી રહ્યા હતા.

પૂ. જિનપ્રેમ વિજયજી ગણીવર્ય છેલ્લા ત્રણ વર્ષથી ગોપીપુરા ઉર્જાભૂમિમાં કોડિડોર બનાવવા તથા ગોપીપુરામાં આવેલા પ્રાચીન જિનાલયની સુરક્ષા સહિતના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. સાથે જ પાવાગઢ ખાતે આવેલા જિનમંદિરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પણ તેઓ છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરતા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ પણ સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રશ્નો અંગે પ્રતિનિધિઓ મોકલી રજૂઆતો સાંભળવામાં આવી હતી અને વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ઠાલાં વચનો આપવામાં માહિર વહીવટીતંત્રએ લાંબા સમય બાદ પણ માંગણીઓનો ઉકેલ ન આવતા પૂ. જિનપ્રેમ વિજયજી ગણીવર્યએ પોતાના ત્રણ શિષ્યો સાથે માગણીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી કલેક્ટર કચેરી ખાતે જ બેસી રહેવાનો મક્કમ સંકલ્પ કર્યો છે.

આ ઘટનાની જાણ થતાં કેટલાક જૈન આગેવાનો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મોડી રાત સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ ન આવતા જૈન સમાજમાં પણ ચિંતા જોવા મળી હતી. દરમિયાન જૈન સમાજના આગેવાનો દ્વારા વધુમાં વધુ સંખ્યામાં જૈન સમાજને કલેક્ટર કચેરી ખાતે પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

હવે પૂ. પંન્યાસ પ્રવર જિનપ્રેમ વિજયજી ગણીવર્યના મક્કમ સંકલ્પ બાદ તંત્ર દ્વારા આ પ્રશ્નોના નિરાકરણ માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સમગ્ર જૈન સમાજની નજર છે.

Related Articles

ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં...

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...