Friday , 18 September 2026
Home ગુજરાત ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો
ગુજરાત

ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા અનાવિલ વાડી, ગણદેવી ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ધોરણ 10થી લઈને ડોક્ટરેટ સુધી અભ્યાસમાં જલવંત સફળતા મેળવનાર કુલ 67 વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને તેમને શિક્ષણના ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત આચાર્ય રાજેન્દ્રભાઈ નાયક વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
સમારંભમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગણદેવી તાલુકા અનાવિલ મંડળના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ અલ્પેશભાઈ નાયક, મંત્રી આશિષ દેસાઈ, ઉપપ્રમુખ મેહુલભાઈ નાયક, સહમંત્રી આશિષ વશી ખજાનચી હેમલ દેસાઈ તેમજ મંડળના ટ્રસ્ટી શ્રી કેયુરભાઈ દેસાઈ, રાકેશભાઈ નાયક, મહેશભાઈ નાયક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સન્માન સમારંભ દ્વારા વિદ્યાર્થીઓને તેમની મહેનત બદલ માન મળ્યું હતું અને આવનારા સમયમાં વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તેમને પ્રેરણા મળી હતી.

Related Articles

ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં...

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...