સુરત રેકોર્ડ બનાવવામાં અગ્રેસર છે. આ રેકોર્ડ વિશ્વનો છે. 2400 વર્ષ પછી આવા મહાકાય ગ્રન્થની રચના પ્રથમવાર થઈ છે. 900 વર્ષ પૂર્વે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ નામના ગ્રન્થનું સર્જન કર્યું હતું. આ સર્જનને બિરદાવવા પાટણમાં સિદ્ધરાજ જયસિંહે જેમ ગજરાજ ઉપર સુવર્ણની પાલખીમાં આ ગ્રન્થને પધરાવી ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો પર ફરી હતી તેમ સુરતની ધરતી ઉપર 12 ગજરાજ ઉપર નિશીથ ગ્રન્થના બાર વોલ્યુમ મૂકીને ઐતિહાસિક અને અદ્વિતીય ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ ગુરુરામપાવનભૂમિ ઉપરથી પ્રારંભ થઈ પાલના વિવિધ રાજમાર્ગો ઉપર બે કલાક સુધી ફરી હતી. આ શોભાયાત્રામાં હજારો મહાનુભાવો સમગ્ર ભારતભરમાંથી ઉમટ્યા હતા. સમગ્ર સુરતમાંથી આચાર્ય ભગવંતો અને શ્રમણ-શ્રમણી ભગવંતો મોટી સંખ્યામાં પધાર્યા હતા.

આ શોભાયાત્રામાં 12 ગજરાજ, 12 વિન્ટેજ કાર, 12 ઘોડા, 2 મંડળી, 151 આર્ટિસ્ટ યુક્ત આર.કે. બેન્ડ, ફ્રેન્ડ્સ બેન્ડ, 3 બળદગાડા, 10 જોકર, 5 ટ્રેઇન, ઊંટગાડી-2, વેપ્સ મંડળ, વેશભૂષાવાળા પાઠશાળાના તેમજ સ્કૂલના બાળકો, મહિલા મંડળો, એર બલુન, ભગવાનનો રથ, પ્રેમસૂરિદાદાનો રથ, નિશીથસૂત્રનો રથ, વિશિષ્ટ રંગવાળી 10 છત્રીઓ, ડ્રોન કેમેરા, ક્રેન, ઇન્દ્રધજા વગેરે આકર્ષક વસ્તુઓથી આ શોભાયાત્રા દેદિપ્યમાન બની હતી. સેંકડો સાફાધારી શ્રેષ્ઠિઓ સમગ્ર સુરત વિસ્તારમાંથી આ શોભાયાત્રાને નિહાળવા ઉમટ્યા હતા.

આ શોભાયાત્રા શ્રુત જ્ઞાન નગરીમાં ધર્મસભામાં વિરામ પામી હતી. બપોરે સરસ્વતી પૂજનનો સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 7 થી 11માં મેશપભક્તિમાં સમગ્ર ભારતનાં સુપ્રસિદ્ધ 9 સંગીતકારો, 25 વિવિધ વાજિંત્રો દ્વારા પ્રભુભક્તિની ભારે રમઝટ જામી હતી. જેમાં 6 થી 7 હજાર પ્રભુભક્તો ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા.

નિશીથ ગ્રન્થની ભવ્ય શોભાયાત્રા સુરતમાં પ્રથમવાર નીકળી હતી. 2 કિ.મી. જેટલી લાંબી શોભાયાત્રાએ સુરતની કલગીમાં ઉમેરો કર્યો હતો. તા. 1 ફેબ્રુ.એ માનનીય ડે. મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગ્રન્થનું વિમોચન સવારે 9.30 કલાકે થશે.શોભાયાત્રા ની સમગ્ર વ્યવસ્થા રાજહંસ એલિટા ના શ્રી સુપાર્શ્વ યુવક મંડણે બહુ સુંદર કરી હતી.
