Sunday , 6 September 2026
Home ગુજરાત હરિત ચેતના સાથે સેવાનું અનોખું અભિયાન : વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાનનું પ્રેરક સંગમ
ગુજરાત

હરિત ચેતના સાથે સેવાનું અનોખું અભિયાન : વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાનનું પ્રેરક સંગમ

દાંતી, ૫ જૂન ૨૦૨૬: સંત નિરંકારી સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પાવન પ્રેરણાથી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત સુરત ઝોનમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાન જેવા ત્રણ જનહિતકારી સેવા કાર્યોનું આયોજન કર્યું હતું.

ઝોનલ ઈન્ચાર્જ શ્રી ઓંકાર સિંહે જણાવ્યું કે સાપુતારા વિસ્તારમાં ૧૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો તથા ગિરીનગર, સાપુતારામાં આયોજિત રક્તદાન શિબિરમાં ૫૦ યુનિટ નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવતાની સેવાનો પરિચય આપ્યો.

આ અવસરે સ્વયંસેવકો, સેવાદળના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ ‘દરેક કણમાં પ્રભુના દર્શન’ની ભાવના સાથે સહભાગી થતાં આ સંદેશ આપ્યો કે ‘‘પ્રકૃતિની સેવા એ જ પ્રભુ સેવા છે.’’ જાગૃતિ રેલી, માનવ શૃંખલા અને જનસંપર્ક પ્રવૃત્તિઓ દ્વારા પ્લાસ્ટિક-મુક્ત તથા સ્વચ્છ વાતાવરણ પ્રત્યે જનચેતનાનો સંચાર કરવામાં આવ્યો.

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સચિવ શ્રી જોગીન્દર સુખીજાએ જણાવ્યું કે મિશન વર્ષ ૨૦૧૪થી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની થીમ અનુસાર પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિના વિવિધ અભિયાનો સંચાલિત કરી રહ્યું છે. આ જ ક્રમમાં આ વર્ષે ઉત્તરાખંડના મસૂરી, ઋષિકેશ, લેન્સડાઉન, નૈનીતાલ તથા ટિહરી ઝીલ, હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી તથા ધર્મશાળા, ગુજરાતના સાપુતારા, રાજસ્થાનના ઉદયપુર, મહારાષ્ટ્રના મહાબલેશ્વર, પંચગની, ખંડાળા, લોનાવલા, પન્હાળા તથા સોમેશ્વર, સિક્કિમના ગેંગટોક તથા કર્ણાટકના નંદી હિલ્સ સહિત ૧૮ મુખ્ય સ્થળો પર આ અભિયાન આયોજિત કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો “હરિત ચેતના, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક-મુક્ત ભારત”ના પ્રેરણાસ્ત્રોત બનશે.

નિ:સંદેહ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાનનું આ ત્રિવેણી સેવા અભિયાન માત્ર વર્તમાનની જરૂરિયાત નથી, પરંતુ આવનારી પેઢીઓ પ્રત્યે અમારી સામૂહિક જવાબદારીનું પ્રતીક છે.

Related Articles

ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં...

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...