Wednesday , 22 April 2026
Home ધાર્મિક વલસાડના તિથલ સમુદ્ર તટે બિરાજમાન સાઈબાબા મંદિરે 44મો રામનવમી મહોત્સવ ઉજવાશે
ધાર્મિક

વલસાડના તિથલ સમુદ્ર તટે બિરાજમાન સાઈબાબા મંદિરે 44મો રામનવમી મહોત્સવ ઉજવાશે

વલસાડના તિથલ સમુદ્ર તટે બિરાજમાન સાઈબાબા મંદિરે આગામી 25-26 માર્ચે 44મો રામનવમી મહોત્સવ યોજાઈ રહ્યો છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શિરડી સાઈબાબા સંસ્થાપન, તિથલ-વલસાડ દ્વારા બે દિવસીય રામનવમી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 25મી માર્ચ ચૈત્ર સુદ આઠમને બુધવારે પ્રાત: 6 કલાકે કાકડ આરતી બાદ મંગલ અભિષેક, મંગલ આરતી, દર્શન, 8 કલાકે સાઈસચ્ચરિત્રના અખંડ પાઠ પારાયણનો પ્રારંભ, 10 કલાકે રામયજ્ઞનો પ્રારંભ, બપોરે 12 કલાકે મધ્યાન આરતી, સાંજે 5 કલાકે અખંડપાઠની પૂર્ણાહુતિ, 6 કલાકે સંધ્યા- ધૂપઆરતી, સાંજે 6:30 કલાકે સાઈપાલખી બાદ સેજાઆરતી.

બીજા દિવસે 26મી માર્ચ, ચૈત્ર સુદ નોમ ગુરૂવારે પ્રાત: 5 કલાકે કાકડ આરતી, 5:30 થી 7 કલાક સુધી બાબાનો મંગલ અભિષેક જેમાં દરેક ભક્તો બાબાનો સ્વયં અભિષેક કરી શકશે. 7 કલાકે શૃંગાર બાદ મંગલ આરતી, 10 કલાકે સત્યનારાયણની મહાપૂજા, 12 કલાકે રામધૂન સાથે રામજન્મની ઉજવણી, મધ્યાન આરતી બાદ બપોરે 12:30 થી 2 કલાક સુધી તમામ ભક્તો માટે મહાપ્રસાદ નું વિતરણ કરાશે.સાંજે 5 કલાકે રામયજ્ઞની પૂર્ણાહુતિ, સાંજે ધૂપ આરતી, રાત્રે 8 કલાકે સેજાઆરતી બાદ 9 કલાક સુધી દર્શન માટે મંદિર ખૂલ્લુ રહેશે. આ બે દિવસીય રામ જન્મોત્સવમાં મોટી સંખ્યા માં ભક્તોને લાભ લેવા જણાવાયું છે.

Related Articles

ધાર્મિક

વિરાસતનું નવું શિખર: ગાંધીનગરમાં PM મોદીના હસ્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ભવ્ય લોકાર્પણ

ગાંધીનગર: ભારતની ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના ઉમદા...

ધાર્મિક

હોળી દહનની રાત્રે ભૂલથી પણ આ 7 કામ ન કરતાં : ઘરમાં સુખ-શાંતિ માટે ખાસ આટલું ધ્યાન રાખો

હોળી અને હોળિકા દહનનું પર્વ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે....