Wednesday , 4 February 2026
Home મનોરંજન Dhurandhar OTT Release: OTT પર ધૂમ મચાવવા આવી રહી છે રણવીર સિંહની ‘ધુરંધર’, અહીં જુઓ
મનોરંજન

Dhurandhar OTT Release: OTT પર ધૂમ મચાવવા આવી રહી છે રણવીર સિંહની ‘ધુરંધર’, અહીં જુઓ

Dhurandhar OTT Release: રણવીર સિંહની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ હવે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મે ખૂબ કમાણી કરી હતી. ચાહકો આ ફિલ્મના OTT પર આવવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે ફિલ્મ નાની સ્ક્રીન એટલે કે OTT પર જોવાનો મોકો મળશે. ચાલો જાણીએ કે ‘ધુરંધર’ કયા OTT પ્લેટફોર્મ પર આવી રહી છે અને ક્યારથી તેને સ્ટ્રીમ કરી શકાશે.

ફિલ્મ ‘ધુરંધર’ની OTT રિલીઝ ડેટનો ખુલાસો થઈ ગયો છે. આ ફિલ્મ હવે OTT પર જોઈ શકાય છે. Netflix એ સત્તાવાર રીતે પોસ્ટર જાહેર કરીને કન્ફર્મ કર્યું છે કે ફિલ્મને સ્ટ્રીમ કરી શકાય છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અટકળો ચાલી રહી હતી કે ‘ધુરંધર’ કયા OTT પર આવશે. હવે નેટફ્લિક્સે પોસ્ટર જાહેર કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. Netflix એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના સત્તાવાર હેન્ડલ પરથી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ફિલ્મ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. એટલે કે તમે અત્યારે જ નેટફ્લિક્સ પર જઈને તેને જોઈ શકો છો. પોસ્ટ જુઓ.

‘ધુરંધર’ મૂવી 30 જાન્યુઆરી 2026 થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. ફિલ્મના ડિજિટલ રાઈટ્સ Netflix એ લગભગ 130 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. સમાચાર છે કે તેમાં સિક્વલ રાઈટ્સ પણ સામેલ છે. રણવીર સિંહ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં તે અંડરકવર એજન્ટ તરીકે ગંભીર પાત્ર ભજવતા જોવા મળે છે. અક્ષય ખન્નાએ ખૂંખાર અપરાધી રહેમાન ડકેતનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સંજય દત્ત એસપી ચૌધરી અસલમ તરીકે અને આર. માધવન અજય સાન્યાલના પાત્રમાં છે. જ્યારે, અર્જુન રામપાલ મેજર ઇકબાલના પાત્રમાં છાપ છોડતા જોવા મળે છે. સારા અર્જુન યલીના જમાલીના રોલમાં છે.

Dhurandhar Story (ધુરંધરની વાર્તા) ‘ધુરંધર’ની વાર્તા એક અંડરકવર રો (RAW) એજન્ટ હમઝા અલી મઝારી (જેની સાચી ઓળખ જસિકરત સિંહ રંગી છે) ની આસપાસ ફરે છે. આ એજન્ટ પાકિસ્તાનના કરાચીમાં ઊંડા અપરાધ જગત અને રાજકીય અંડરવર્લ્ડમાં ઘૂસણખોરી કરે છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1300-1344 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. આ રણવીર સિંહના કરિયરની સૌથી મોટી હિટ સાબિત થઈ છે. ‘ધુરંધર’ એ 53માં દિવસે ભારતમાં 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી.