Tuesday , 9 June 2026
Home ગુજરાત વલસાડ પોલીસ વિભાગમાં લાંબા સમય બાદ PI કક્ષાએ આંતરિક બદલીઓ : 5 ઇન્સ્પેકટરોની ફરબદલી, કેટલાકને નવી જવાબદારીઓ
ગુજરાત

વલસાડ પોલીસ વિભાગમાં લાંબા સમય બાદ PI કક્ષાએ આંતરિક બદલીઓ : 5 ઇન્સ્પેકટરોની ફરબદલી, કેટલાકને નવી જવાબદારીઓ

LCB, LIB, AHTU અને વાપી ટાઉન સહિત વિવિધ શાખાઓમાં હલચલ • એકને લિવ રિઝર્વ, તો એકને ડબલ જવાબદારી

વલસાડ જિલ્લા પોલીસ વિભાગમાં લાંબા સમય બાદ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કક્ષાએ આંતરિક બદલીઓ કરતા વિભાગમાં નોંધપાત્ર હલચલ સર્જાઈ છે. જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આ બદલીઓના આદેશમાં વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરોને નવી જગ્યાએ મુકવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ અત્યાર સુધી લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) માં ફરજ બજાવતા PI ઉત્સવ બારોટને ત્યાંથી હટાવીને ઇન્ટેલિજન્સ બ્યુરો (LIB) શાખામાં મુકવામાં આવ્યા છે. બીજી તરફ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) માં ફરજ બજાવતા PI કે.જે. રાઠોડને ત્યાંથી હટાવીને ફરી એક વખત વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, જેથી તેઓને બીજીવાર આ મહત્વપૂર્ણ પોલીસ સ્ટેશનની કમાન સોંપવામાં આવી છે.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI મયુર પટેલને ત્યાંથી હટાવીને પોલીસ વિભાગમાં સામાન્ય રીતે ‘સજા સેલ’ ગણાતા લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જ્યારે LIB માં ફરજ બજાવતા PI પી.એ. વળવીને ત્યાંથી હટાવીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) માં બદલી કરવામાં આવી છે.

તે ઉપરાંત PI બી.કે. પટેલને લિવ રિઝર્વમાં જ રાખીને તેમને ડુંગરા પોલીસ સ્ટેશનમાં અટેચ કરવામાં આવ્યા છે. બીજી તરફ PI એ.યુ. રોઝને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની જવાબદારી સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેને કારણે તેમની ભૂમિકા હવે વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

જિલ્લા પોલીસ વિભાગમાં લાંબા સમય બાદ PI કક્ષાએ કરવામાં આવેલી આ આંતરિક બદલીઓથી વિભાગમાં નવી કાર્યશૈલી અને ગતિ આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આગામી સમયમાં આ બદલીઓ પોલીસ કામગીરી પર શું અસર કરે છે તે જોવું મહત્વનું રહેશે.

Related Articles

ગુજરાત

PM મોદીજીનું માર્ગદર્શન, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં અથાક પ્રયાસો અને જનતાનો વિશ્વાસ બન્યો વિકાસનો આધાર – આર. વી. મહેતા

👉ઐતિહાસિક વિકાસ યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસની સાક્ષી બની દીવની જનતા, દમણ ખાતે...

ગુજરાત

આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’, ગુજરાત પોલીસ સાયબર ગુનેગારો સામે એક્શન મોડમાં

ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ઠગાઈના કેસોને લઈને રાજ્ય સરકાર અને...

ગુજરાત

ગુજરાત સરકારે 72 IAS અધિકારીઓની બદલીના કર્યા આદેશ, જોઈ લો બદલીની સંપૂર્ણ યાદી

ગુજરાત સરકાર દ્વારા 13 મે, 2026ના રોજ રાજ્યનાં 72 IAS અધિકારીઓની બદલી...