Gold Price Today : ગઈકાલના નોંધપાત્ર ઘટાડા બાદ, આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે (૧૯ સપ્ટેમ્બર) મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ ૦.૪૮ ટકા ઉછળીને હાલમાં ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૦૯,૫૭૯ પર ટ્રેડ થઈ રહ્યા છે. ચાંદીના ભાવ પણ વધ્યા છે, જે પ્રતિ કિલો રૂ. ૧,૨૮,૭૬૩ પર ટ્રેડ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.
બીજી તરફ, બુધવારના ઘટાડા પછી ચાંદીના ભાવમાં સુધારો થયો અને ૩૦૦ રૂપિયા વધીને ૧,૩૧,૫૦૦ રૂપિયા પ્રતિ કિલો (બધા કર સહિત) થયા. પાછલા સત્રમાં તે ૧,૬૭૦ રૂપિયા ઘટીને ૧,૩૧,૨૦૦ રૂપિયા પ્રતિ કિલો થયું હતું. વિદેશી બજારમાં, બુધવારે ૩,૭૦૭.૭૦ ડોલર પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા પછી, વિદેશી બજારમાં સ્પોટ ગોલ્ડ ૦.૨૩ ટકા વધીને ૩,૬૬૮.૩૩ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. સ્પોટ સિલ્વર ૦.૫૫ ટકા વધીને ૪૧.૯૦ ડોલર પ્રતિ ઔંસ થયું.

દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ₹૬૦૦ ઘટીને ₹૧,૧૩,૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા. અગાઉના ટ્રેડિંગ સત્રમાં, ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતું સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧,૧૩,૮૦૦ પર બંધ થયું હતું. એ જ રીતે, ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ ૫૦૦ રૂપિયા ઘટીને ૧,૧૨,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ (બધા કર સહિત) થયું, જે પાછલા સત્રમાં ૧,૧૩,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું.