• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ સુધી જિલ્લામાં હળવો વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા.

Gujarat : ભાવનગર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં મહુવામાં 3 ઈંચ, તળાજામાં 3 ઈંચ અને ઘોઘામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ ઝરમરથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ સુધી જિલ્લામાં હળવો વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. જોકે આજના દિવસે મેઘરાજાએ વિરામ લીધો છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ.

30 ઑક્ટોબરના રોજ દિવસભર હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા હતા. ગત 24 કલાકમાં સવારે 6 વાગ્યાથી આજ સવારે 6 વાગ્યા સુધી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા નીચે મુજબ છે:

મહુવા: 81 મિમી (3 ઈંચ)

તળાજા: 77 મિમી (3 ઈંચ)

ઘોઘા: 41 મિમી (2 ઈંચ)

સિહોર: 39 મિમી

પાલીતાણા: 36 મિમી

ભાવનગર શહેર: 20 મિમી

ગારીયાધાર: 11 મિમી

જેસર: 14 મિમી

વલ્લભીપુર: 8 મિમી

ઉમરાળા: 7 મિમી

ખેડૂતોમાં ચિંતા, પાકને અસરની ભીતિ

આ સતત વરસતા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. મહુવા અને તળાજા તાલુકામાં ઊભેલા મગફળી અને કપાસના પાકને ભીજાવાની ભીતિ છે, જ્યારે કેટલીક જગ્યાએ કાપણી અટકી ગઈ છે.

સ્થાનિક ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે,

“વરસાદ હળવો છે પરંતુ લાંબો સમય ચાલે તો પાકને અસર થઈ શકે છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.”

વાદળછાયા માહોલમાં ઠંડીની અસર પણ અનુભવી

સતત વરસાદી માહોલને કારણે જિલ્લામાં હળવી ઠંડીની અસર અનુભવી રહી છે. શહેરના નાગરિકોએ જણાવ્યું કે વરસાદે ગરમીમાંથી રાહત આપી છે, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.