Monday , 23 March 2026
Home દુનિયા ન્યૂયોર્ક એરપોર્ટના રનવે પર ટ્રક સાથે અથડાયું એર કેનેડા એક્સપ્રેસનું વિમાન, અનેક ઘાયલ – VIDEO
દુનિયા

ન્યૂયોર્ક એરપોર્ટના રનવે પર ટ્રક સાથે અથડાયું એર કેનેડા એક્સપ્રેસનું વિમાન, અનેક ઘાયલ – VIDEO

US Plane Collision at New York La Guardia Airport: યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા એરપોર્ટ પરના તમામ વિમાનો માટે ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે તમામ વિમાનોનું સંચાલન અટકાવી દેવામાં આવ્યું છે.

ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં વિમાનના આગળના ભાગના ફુરચા ઉડી ગયા છે, જેના પગલે એરપોર્ટ ઓથોરિટીએ ‘માસ કેઝ્યુઅલ્ટી’ (મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા) જાહેર કરી છે. અહેવાલો અનુસાર, અમેરિકાના સૌથી વ્યસ્ત લા ગાર્ડિયા એરપોર્ટ (LGA) પર એક મોટું વિમાન ફાયર ટ્રક સાથે ટકરાયું હતું, જેના કારણે તેનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોના મોત અથવા ઘાયલ થવાની આશંકા સેવાઈ રહી છે.

વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા?

મળતી માહિતી મુજબ, આ એર કેનેડા એક્સપ્રેસનું CRJ-900 વિમાન હતું, જેમાં અંદાજે 100 મુસાફરો સવાર હતા. ન્યૂયોર્ક રનવે પર તે એક ફાયર ટ્રક સાથે અથડાયું હતું. આ ભયાનક અકસ્માત બાદ વિમાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામેલો જોવા મળ્યો છે. એરપોર્ટના અધિકારીઓએ એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને તમામ ફ્લાઇટ્સને JFK એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

કેવી રીતે થયો અકસ્માત?

પ્રારંભિક અહેવાલો અનુસાર, ફાયર ટ્રકમાં 5 ફર્સ્ટ રિસ્પોન્ડર્સ (અગ્નિશમન કાર્યકર્તાઓ) સવાર હતા, જે તમામની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અત્યાર સુધીમાં 2 મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ડઝનબંધ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે. કેટલાક અહેવાલોમાં 70 થી વધુ ઘાયલોનો ઉલ્લેખ છે, જેમાંથી ઘણાની હાલત નાજુક છે.

વિમાનનો ફ્રન્ટ પાર્ટ અને કોકપિટ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. વીડિયો ફૂટેજમાં વિમાનનો આગળનો ભાગ તૂટેલો દેખાય છે, જોકે મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે લા ગાર્ડિયા એરપોર્ટ પર અગાઉ પણ ગ્રાઉન્ડ ઓપરેશનમાં અનેક ઘટનાઓ બની છે. 2025માં પણ અહીં ટેક્સીવે પર કેટલીક નાની ટક્કરો થઈ હતી.

એર કેનેડાનું નિવેદન

અકસ્માત બાદ એર કેનેડાએ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત મુસાફરોના પરિવારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇમરજન્સી સેવાઓએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિમાનનું નોઝ અને કોકપિટ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ બાદ એર કેનેડાની ફ્લાઇટ લા ગાર્ડિયા એરપોર્ટ પર પોર્ટ ઓથોરિટીના વાહન સાથે ટકરાઈ હતી. ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD) એ આ ટક્કરની પુષ્ટિ કરી છે. ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફાયરફાઈટર્સને રાત્રે 11:38 વાગ્યે રનવે પર પ્લેન વાહન સાથે અથડાયાની માહિતી મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિમાનના આગળના ભાગ (નોઝ) અને કોકપિટ વિસ્તારમાં ભારે નુકસાન સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Related Articles

દુનિયા

અમેરિકાના સૌથી અત્યાધુનિક F-35 ફાઈટર જેટ પર ઈરાનનો મિસાઈલ હુમલો, વીડિયો આવ્યો સામે

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે, અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને ઈરાન પરના...

દુનિયા

ઈરાન યુદ્ધ વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ પોસ્ટ કરનારા 19 ભારતીયોની UAEમાં ધરપકડ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, UAE એ સોશિયલ મીડિયા પર નકલી...