Tuesday , 23 June 2026
Home DGV Special “રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી…”
DGV Special

“રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી…”

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે…

નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં…

ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યૂ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે…

શ્રી સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે…

Related Articles

DGV Special

ચીન-ભારતે ઉકેલ્યો LAC નો વિવાદ! મેરેથોન બેઠકમાં નક્કી થઈ ૩ ‘રેડ લાઇન’, બદલાઈ જશે સાઉથ એશિયાનું ચિત્ર?

ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વર્ષોથી ચાલી રહેલા સરહદી...

DGV Special

વારંવાર કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ ? 11 દિવસમાં ₹7 નો વધારો; જાણો પૂરી વિગત

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં ₹7 થી વધુના...

DGV Special

કોણ છે અભિજીત દીપકે? બોસ્ટન રિટર્ન આ યુવાને બનાવી ‘કોકરોચ જનતા પાર્ટી’, શું છે પોલિટિકલ કનેક્શન

અભિજીતે આ આંદોલનની શરૂઆત સુપ્રીમ કોર્ટની એક મૌખિક ટિપ્પણી બાદ કરી હતી....

DGV Special

મોદીજી કહી રહ્યા છે- સોનું ન ખરીદો, પણ RBI ધડાધડ સોનાથી તિજોરી ભરી રહી છે! જાણો આવું કેમ?

ભારતની કેન્દ્રીય બેંક (RBI) ચૂપચાપ વિદેશોમાંથી સોનું લાવીને પોતાની તિજોરીઓ ભરી રહી...