Friday , 20 March 2026
Home દુનિયા અમેરિકાના સૌથી અત્યાધુનિક F-35 ફાઈટર જેટ પર ઈરાનનો મિસાઈલ હુમલો, વીડિયો આવ્યો સામે
દુનિયા

અમેરિકાના સૌથી અત્યાધુનિક F-35 ફાઈટર જેટ પર ઈરાનનો મિસાઈલ હુમલો, વીડિયો આવ્યો સામે

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે, અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને ઈરાન પરના એક મિશન દરમિયાન કથિત હુમલા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઈરાનના IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ વિમાનને તોડી પાડવાનો અને તેને કબજે કરવાનો દાવો કર્યો છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર F-35ને અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઈરાન પર એક મિશન દરમિયાન વિમાન પર હુમલો થયો હતો, જેના કારણે તેને મિડલ ઈસ્ટમાં સ્થિત અમેરિકન બેઝ પર ઉતારવું પડ્યું હતું.

અમેરિકાએ સુરક્ષિત લેન્ડિંગની પુષ્ટિ કરી

એક તરફ ઈરાનની IRGC એવો દાવો કરી રહી છે કે તેમણે અમેરિકન ફાઈટર જેટને મિસાઈલ દ્વારા તોડી પાડ્યું છે, તો બીજી તરફ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ વિમાનના સુરક્ષિત લેન્ડિંગ અને પાયલોટની હાલત સ્થિર હોવાની પુષ્ટિ કરી છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું છે અને પાયલોટની સ્થિતિ સ્થિર છે.” આ ઘટનાની વધુ તપાસ હાલ ચાલી રહી છે.

ઘટનાનો વીડિયો આવ્યો સામે

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન સ્ટીલ્થ ફાઈટર વિમાન ઈરાની હવાઈ ક્ષેત્રમાં મિશન દરમિયાન ફસાઈ ગયું હતું. ધૂંધળા ફૂટેજમાં વિમાનના માર્ગમાં એક વિસ્ફોટ અને ધુમાડાના નિશાન જોવા મળી રહ્યા છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ એક ફૂટેજ જાહેર કરીને દાવો કર્યો છે કે આ અમેરિકન F-35 પર સરફેસ-ટુ-એર મિસાઈલ (સપાટીથી હવામાં માર કરતી મિસાઈલ) વડે કરવામાં આવેલા હુમલાના દ્રશ્યો છે.

અમેરિકન વિમાન અમારા કબજામાં: ઈરાન

ઈરાનના IRGC એ વધુમાં દાવો કર્યો છે કે અમેરિકન વિમાન તેમના કબજામાં છે. તેમના જણાવ્યા અનુસાર, ગુરુવારે મધ્ય ઈરાન ઉપર એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા F-35 ને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઈરાની ગાર્ડ્સે જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 2:50 વાગ્યે વિમાન પર હુમલો કર્યો હતો અને તેને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વિમાન ક્રેશ થવાની પૂરેપૂરી શક્યતા હતી.

Related Articles

દુનિયા

ઈરાન યુદ્ધ વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ પોસ્ટ કરનારા 19 ભારતીયોની UAEમાં ધરપકડ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, UAE એ સોશિયલ મીડિયા પર નકલી...

દુનિયા

7 દિવસમાં 7,000 બોમ્બ અને 360 ઠેકાણાઓ તબાહ… ઈરાનને લઈને શું છે અમેરિકા-ઇઝરાયેલનો અસલી પ્લાન?

છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર 7,000 થી વધુ બોમ્બ...