વલસાડ નગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે લાલા કરી લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરતા મિલકતધારકો સામે પાલિકાના ટેક્સ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી આજે વોર્ડ નંબર 15 માં મોટી કાર્યવાહી હાથ ધરી ૧૧ દુકાનો સીલ કરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજે એક લાખ રૂપિયાની વસુલાત કરી છે

માર્ચ મહિનાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા મિલકતદારોના વેરા સામે લાલ આંખ કરી છે . વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ રમણભાઈ રાઠોડ અને તેમની ટીમ આજે સવારથી શહેરના બાકી મિલકતદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ પાલિકાના મોગરાવાડી વિસ્તારમાં મિલકતદારોને વારંવાર નોટિસ આપવા છતાં વેરો ભરપાઈ નહિ કરનારા વેપારીઓ અને મિલકતધારકો સામે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પાલીતાણા હાઉસ ટેક્સ વિભાગના કર્મચારીઓએ મોગરાવાડી વિસ્તારમાં આવેલી ૧૧ જેટલી વ્યવસાયિક દુકાનોને સીલ મારી દીધા હતા. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારના બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સીલિંગની બીકે અનેક મિલકતધારકો સ્થળ પર જ વેરો ભરવા તૈયાર થયા હતા. એક જ દિવસમાં આ વોર્ડમાંથી આશરે રૂ. ૧ લાખથી વધુની રોકડ વસૂલાત કરવામાં આવી છે.

હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ રમણભાઈ રાઠોડ એ જણાવ્યું કે, આગામી દિવસોમાં વિસ્તારમાં આવેલા અન્ય વોર્ડમાં પણ કડક ઉઘરાણી કરવામાં આવશે. જે મિલકતધારકોનો વેરો લાંબા સમયથી બાકી છે, તેમને વહેલી તકે વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે, નહિ તો નળ કનેક્શન કાપવા અથવા મિલકત સીલ કરવા જેવી મુશ્કેલીનો સામનો કરવા પડી શકે છે.
