Thursday , 20 August 2026
Home ગુજરાત વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ
ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લેબલ વગરનો 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.

ફૂડ સેફ્ટી ઓફિસર કુ. ભાવીકા બી. પટેલ દ્વારા કરાયેલી તપાસમાં પનીર પર જરૂરી લેબલ ન હોવાનું સામે આવ્યું હતું. વિભાગે પનીરનો એન્સફોર્સમેન્ટ નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.

દરમિયાન બાકીના 57 કિ.ગ્રા. પનીરનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 15,775 છે, તેનો નગરપાલિકાના સહયોગથી નિયમાનુસાર નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગના જણાવ્યા મુજબ એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ માત્ર દૂધમાંથી બનેલા પનીરનું જ વેચાણ કરી શકાય છે. પનીર પર મિલ્ક પનીર, લો-ફેટ પનીર અથવા ફુલ-ફેટ પનીર જેવી વિગતો ધરાવતું લેબલ હોવું જરૂરી છે.

ગોપાલ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...

ગુજરાત

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: ફર્જ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના...