• Sat. Jan 17th, 2026

Gujarat : રોજના ઝઘડાોથી કંટાળેલા પિતાએ પુત્રનું ગળું દબાવી દીધું.

Gujarat : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. મોડી રાત્રે પિતાએ પોતાના જ પુત્રની ગળું દબાવી હત્યા કરી નાખી.

રાત્રે ઘરમાં ફરી ઝઘડો થયા બાદ જીતેન્દ્ર સૂઈ ગયો હતો. ત્યારે કંટાળીને તેના પિતા છનાભાઈ રાઠોડે ગુસ્સામાં આવી પોતાના જ પુત્રનું ગળું દબાવી દીધું. આ ઘટનાના થોડા સમય બાદ ઘરમાંથી અવાજ આવતા બહાર સૂઈ રહેલી માતા અંદર દોડી આવી હતી. તેઓએ પોતાના દીકરાને બેભાન હાલતમાં જોયો.

પરિવારે તાત્કાલિક ગામલોકોને જાણ કરી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કબજે લીધો અને પિતાને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જીતેન્દ્રની દારૂની લતને કારણે પરિવાર સતત કષ્ટમાં હતો.

મળતી માહિતી મુજબ, મૃતક જીતેન્દ્ર રાઠોડ (35) દારૂના નશાની લત ધરાવતો હતો. તે રોજ દારૂના નશામાં ઘરે આવી પરિવાર સાથે ઝઘડો કરતો હતો. આ કારણે આખો પરિવાર લાંબા સમયથી પરેશાન હતો.

પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી છે.