Gujarat : સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરેનામ રોડના જવેલરી શોપમાં ફિલ્મીઢબે 19 તોલા વજનના 13.23 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. તસ્કરોએ છત પર ચઢી પતરા હટાવી, પીઓપી તોડી બાકોરું પાડી સળિયા વડે શોકેસનો કાચ તોડી 5 ટ્રેમાં મુકેલા ઘરેણાં ઉપર ખેંચી ભાગી છૂટયા હતા. આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પાંડેસરા પોલીસની ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ 9.46 લાખના સોનું કબજે કરવામાં આવ્યું છે. આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રકશન પંચનામું પણ કર્યું હતું. જ્યાં આરોપીઓ પોલીસ અને જ્વેલર્સના માલિકને પગે લાગતા અને કાન પકડી માફી માંગતા નજરે પડ્યા હતા. uge22 તારીખે ચોરી થઈ હતી મળતી વિગતો પ્રમાણે પાંડેસરામાં પત્રકાર કોલોની ખાતે રહેતા રોહિત શ્યામકુમાર સોની (ઉ.વ.29, મુળ જોનપુર, યુપી) પાંડેસરા, તેરેનામ રોડ પર લક્ષ્મી જવેલર્સના નામે દુકાન ધરાવે છે. ગત તા.22મીએ સવારે દસ વાગ્યે દુકાને પહોંચ્યા હતા.
5 ટ્રેમાં સોનાની વીંટીઓ, બુટ્ટીઓ, પેન્ડલો, ઝૂમકા હતા. તસ્કરો 189 ગ્રામ વજનના 13.32 લાખની કિંમતના સોનાના ઘરેણાં ચોરી રફૂચક્કર થઈ ગયા હતા. સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે. ત્રણ આરોપીઓ પાસેથી સાડા નવ લાખનો મુદ્દામાલ કબજે કરાયો પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ દીપુ ગુપ્તા, અરુણસિંગ તથા વિનીતસિંગ આ ગુનાને અંજામ આપીને ઉતર પ્રદેશ ખાતે ભાગી ગયા છે. જેથી આરોપીઓને પકડવા માટે પાંડેસરા પોલીસની એક ટીમ ઉતર પ્રદેશ ગઈ હતી જ્યાં ઉતર પ્રદેશના રોબર્ટ ગંજ ખાતેથી આરોપી દીપુસિંગ રામદાસ બુદ્ધિદાસ ગુપ્તા, વિનીતસિંગ ઓમપ્રકાશસિંગ કૈલાશસિંગ અને અરુણેન્દ્રકુમાર મહેન્દ્રસિંગ રામબ્રીજસિંગને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 9,46,730 રૂપિયાની કિમંતનું 119.840 ગ્રામ સોનું કબજે કર્યું હતું. UPથી મિત્રોને બોલાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી દીપુસિંગ જે પાંડેસરા તેરેનામ ચોકડી પાસે રહે છે
તેને રૂપિયાની જરૂરિયાત હોય તેરેનામ રોડ ઉપર આવેલા ઘરેણાની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેણે ઉતરપ્રદેશ પોતાના વતનગામની આજુબાજુના ગામના તેના મિત્રો વિનીતસિંગ અને અરુણેન્દ્રસિંગને ફોન કરીને સુરત ચોરી કરવા માટે બોલાવ્યા હતા. વિનીતસિંગ અને અરુણેન્દ્ર સુરત ખાતે આવી ચોરી કર્યાના એક બે દિવસ પહેલા ગુનાવાળી જગ્યાની રેકી પણ કરી હતી. અને લક્ષ્મી જવેલર્સની દુકાનની સામે એક મોટું ઝાડ હોય ચોરી કરવા માટે દુકાન ઉપર ચડીએ તો ઝાડની પાછળ આસાનીથી સંતાઈ શકાય તે માટે લક્ષ્મી જવેલર્સ નામની દુકાનમાં ચોરી કરવાની તારીખ અને સમય નક્કી કર્યો હતો. અને ગત 21 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે ત્રણેય મિત્રોએ મળીને દુકાનની છત પર ચડી છત પર લગાડેલા પતરા તોડી એક લાકડી સાથે હુક બાંધીને દુકાનના શોકેસમાં મુકેલા સોનાના દાગીનાની ચોરી કરી ઉતરપ્રદેશ ભાગી ગયા હતા. આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રકશન પંચનામું પણ કર્યું હતું. જ્યાં આરોપીઓ પોલીસ અને જ્વેલર્સના માલિકને પગે લાગતા અને કાન પકડી માફી માંગતા નજરે પડ્યા હતા

જ્યાં તાળું ખોલી દુકાનમાં પ્રવેશતા સામેની દિવાલમાં સોના-ચાંદીના ઘરેણાં મુકવા માચે લાકડા અને કાચના શોકેશનો કેચ તૂટેલો જોવા મળ્યો હતો. જેમાં મુકેલી લાકડાની 8 ટ્રેમાંથી 1 ટ્રે યથાવત હતી જ્યારે બાકીની 7 ટ્રેનના દાગીના ગાયબ હતા. દુકાનની વચ્ચેના ભાગે લાડકાના કાઉન્ટર પર જોતા સિલિંગમાં ફીટ કરેલા પીઓપીની શિટો તૂટેલી હાલતમાં હતી. પીઓપીની ઉપર સેફ્ટી માટે લોખંડના સળિયાથી બનાવેલી જાળી દેખાતી ન હતી, પતરા પણ હટાવી દેવાયા હતા. તસ્કરોએ દુકાનની છત પર ચઢી પતરા હટાવી કોઈક સાધનથી સિલિંગની પીઓપી તોડી નાંખી હતી અને બાદમાં લોખંડના સળિયાની જાળીના ગેપમાંથી સળિયા વડે શોકેસના કાચ તોડી 5 ટ્રેના સોનાના દાગીના ઉફર ખેંચી ચોરી ભાગી ગયા હતા. 2 ટ્રે ઉપર લેવા જતા પડી ગયેલી જમીન પર દેખાઈ હતી.