Tuesday , 14 April 2026
Home Viral News ગજબ : વડોદરાના ટ્રાફિકમાં ફસાઈ દુલ્હન, કાર છોડી અજાણ્યા શખ્સની એક્ટિવા પર પહોંચી વેડિંગ વેન્યુ
Viral News

ગજબ : વડોદરાના ટ્રાફિકમાં ફસાઈ દુલ્હન, કાર છોડી અજાણ્યા શખ્સની એક્ટિવા પર પહોંચી વેડિંગ વેન્યુ

વડોદરાથી લગ્નનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક જામમાં ફસાયેલી એક દુલ્હને લાંબી રાહ જોયા બાદ પોતાની કારમાંથી ઉતરીને એક અજાણ્યા વ્યક્તિ પાસે એક્ટિવા પર લિફ્ટ માંગી હતી.

ગુજરાતના વડોદરામાં રસ્તાઓની ખરાબ હાલત અને ટ્રાફિક જામની એક એવી તસવીર સામે આવી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. શહેરના આજવા રોડ પર ભારે ટ્રાફિક જામમાં ફસાયેલી એક દુલ્હને સમયસર લગ્ન સ્થળે પહોંચવા માટે કાર છોડીને એક અજાણ્યા રાહદારી પાસે લિફ્ટ લેવી પડી હતી. દુલ્હનનો ટુ-વ્હીલર પર બેસીને લગ્ન સ્થળે પહોંચવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અજાણ્યા વ્યક્તિની એક્ટિવા પર માંગી લિફ્ટ

મળતી માહિતી મુજબ, વડોદરાની રહેવાસી સ્તુતિ શેઠના લગ્નનું આયોજન આજવા રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું. લગ્ન સ્થળે પહોંચવા માટે દુલ્હન કારમાં જઈ રહી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોને કારણે ઠેર-ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેના કારણે દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

સામાન્ય દિવસોમાં આ અંતર માત્ર 15 મિનિટનું હોય છે, પરંતુ દુલ્હને આ અંતર કાપવામાં 45 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. પરિસ્થિતિને પારખીને, ભારે લહેંગા અને ઘરેણાં પહેરેલી સ્તુતિ પોતાની કારમાંથી નીચે ઉતરી અને રસ્તા પર જઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિ પાસે એક્ટિવા પર લિફ્ટ માંગી.

જામમાં ફસાઈ દુલ્હન, ત્યાં પહોંચી ગઈ જાન

આ દરમિયાન, વરરાજા પોતાની જાન લઈને વેડિંગ વેન્યુ પર પહોંચી ગયા હતા અને બધા લોકો દુલ્હનની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ, દુલ્હન રસ્તાની વચ્ચે ટ્રાફિક સામે ઝઝૂમી રહી હતી. અંતે, ટુ-વ્હીલરની મદદથી શેરીઓમાંથી નીકળીને દુલ્હન પાર્ટી પ્લોટ પહોંચી હતી. સ્કૂટી પર સવાર દુલ્હનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Viral News

લગ્નનો સૌથી મોટો સ્કેમ શું છે? છોકરીએ વીડિયો બનાવીને કહી પોતાની વાત, થઈ ગયો વાયરલ

અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં...

Viral News

લથડતા ડગલાં અને મોઢામાં બીડી… 2 કલાક એક જ જગ્યાએ ઉભો રહ્યો બ્લિંકિટ (Blinkit) ડિલિવરી બોય, વીડિયો જોઈ લોકો હેરાન

ચંદીગઢથી સામે આવેલા બ્લિંકિટ ડિલિવરી બોયના એક વીડિયોએ ઇન્ટરનેટ યુઝર્સને ચિંતામાં મૂકી...

Viral News

પુત્ર અને પુત્રવધૂએ વૃદ્ધને કોથળામાં પેક કરી પાર્સલ કરી દીધા, કુરિયર ખોલતા જ જીવતા નીકળ્યા; VIDEO વાયરલ

બેંગલુરુમાં હ્યુમન પાર્સલનો વાયરલ કેસ: બેંગલુરુની એક કુરિયર ઓફિસમાં એક પરિવાર એક...

Viral News

Viral Video : હલ્દીની રસ્મમાં એન્ટ્રી દરમિયાન વર-કન્યાના માથા પર હાઈડ્રોજન ફુગ્ગા ફૂટ્યા, બંને ખરાબ રીતે દાઝ્યા

દિલ્હીમાં એક કપલની હલ્દીની રસ્મ દરમિયાન હાઈડ્રોજન ફુગ્ગા ફૂટવાથી વર-કન્યા દાઝી ગયા...