• Fri. Oct 3rd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujaart : ઉદ્યોગકારો માટે રાહત, રાજકોટથી નવા હવાઈ માર્ગો ખુલ્યા.

Gujaart : Rajkot વાસીઓ માટે આ દિવાળીએ આકાશમાં નવી ઊડાનનું ભેટ પેકેજ મળ્યું છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગો મળીને કુલ ચાર નવી ફ્લાઈટ્સ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાંથી મુંબઈની ફ્લાઈટ આજથી (1 ઓક્ટોબર) શરૂ થઈ ચૂકી છે. જ્યારે 26 ઓક્ટોબરથી વિન્ટર શેડયૂલ હેઠળ દિલ્હીની નવી સવારની ફ્લાઈટ શરૂ થશે. આ ઉપરાંત કોલકાતા સાથેની હવાઈ સેવા શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે, જે ચાઈના કનેક્ટિવિટી ધરાવતી હોવાથી બિઝનેસ વર્ગના મુસાફરો માટે મોટો લાભ સાબિત થશે.

નવી દિલ્હી ફ્લાઈટ 26 ઑક્ટોબરથી.

વિન્ટર શેડયૂલ (26 ઑક્ટોબર 2025 – 28 માર્ચ 2026)માં દિલ્હી માટે સવારની નવી ફ્લાઈટ ઉમેરાશે. AI-0885/0886 ફ્લાઈટ સવારે 10:10 વાગ્યે દિલ્હીને કનેક્ટ કરશે. આ ઉપરાંત મુંબઈ ફ્લાઈટનો સમય બદલાઈ સવારે 8:30 વાગ્યે થશે.

 કોલકાતા ફ્લાઈટથી ચાઈના કનેક્શન.

ઈન્ડિગો પોતાના વિન્ટર શેડયૂલમાં બે નવી ફ્લાઈટ્સ શરૂ કરવાની તૈયારીમાં છે. જેમાં એક દિલ્હી માટે હશે, જે નવેમ્બરથી નવું ઝેવર એરપોર્ટ (નોઈડા) કાર્યરત થવાથી શરૂ થશે. બીજી કોલકાતા માટેની ફ્લાઈટ છે, જેને કારણે રાજકોટ–કોલકાતા–ચાઈના કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ઉદ્યોગકારો, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બિઝનેસ વર્ગના મુસાફરોને તેનો મોટો ફાયદો થશે.

 મુંબઈ ફ્લાઈટ ફરી શરૂ

એક માસ પહેલા બંધ થયેલી એર ઈન્ડિયાની મુંબઈ ફ્લાઈટ 1 ઓક્ટોબરથી ફરી શરૂ થઈ છે. AI-2657 ફ્લાઈટ મુંબઈથી સવારે 10:50 કલાકે હિરાસર એરપોર્ટ પહોંચશે અને AI-2658 ફ્લાઈટ રાજકોટથી 11:30 કલાકે મુંબઈ જવા રવાના થશે.

 ઉદ્યોગ જગતને સીધો લાભ

રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 2 લાખ MSME (નાના–મોટા ઉદ્યોગો) કાર્યરત છે. નવી ફ્લાઈટ્સ શરૂ થવાથી તેમની યાત્રા સરળ બનશે અને વેપાર-કારોબારમાં ઝડપ આવશે. દિવાળીના તહેવારો દરમ્યાન હવાઈ મુસાફરીમાં વધારાની ભીડને પહોંચી વળવામાં આ સેવાઓ મદદરૂપ બનશે.

 હાલની અને નવી ફ્લાઈટ્સની વિગતો

હાલ રાજકોટથી દૈનિક 11 જેટલી ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે, જેમાં મુંબઈ, દિલ્હી, પુણે, બેંગલોર, ગોવા અને હૈદરાબાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે. નવા શેડયૂલ મુજબ એર ઈન્ડિયાની ચાર ફ્લાઈટ્સ ઉપલબ્ધ રહેશે.

AI 2285/2286 – મુંબઈ (08:30 AM)

AI 0885/0886 – દિલ્હી (10:10 AM)

AI 2730/2731 – મુંબઈ (06:00 PM)

AI 2537/2538 – દિલ્હી (08:00 PM)

આ સિવાય ઈન્ડિગોની નવી કોલકાતા ફ્લાઈટ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે, જે રાજકોટને આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ સાથે જોડશે.