Gujarat : ગાંધી જ્યંતિએ વડોદરા જિલ્લાના ખાદી ગ્રામોદ્યોગ ભવન, રાવપુરા કોઠી ખાતે ખાદીના ઉત્પાદનોની ખરીદી માટે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો. ફક્ત એક જ દિવસે 20 લાખ રૂપિયાથી વધુનું વેચાણ થવાથી કારીગરો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
ખાસ ઓફર
સરકાર તરફથી જાહેર કરાયેલા ખાસ ડિસ્કાઉન્ટ અનુસાર –
ગુજરાતમાં બનતી ખાદી પર 30% ડિસ્કાઉન્ટ
પરપ્રાંતની ખાદી પર 20% ડિસ્કાઉન્ટ
આ યોજનાનો લાભ 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2025 સુધી મળશે.
શું-શું મળશે ખાદી ભવનમાં?
રીંકલ ફી, મસલીન ખાદી, કલકત્તી અને રંગીન ખાદી
કોટન શર્ટ, સદરા, સાડી તથા ડ્રેસ
રાજકોટ પટોળા, જામદાની સાડી
હૈદરાબાદી રેશમી ડ્રેસ, પ્લેન સીલ્ક શર્ટીંગ
ગરમ જેકેટ, શાલ અને બ્લેન્કેટ
વેચાણમાં વૃદ્ધિ
ખાદી ગ્રામોદ્યોગના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કે, “ગયા વર્ષની તુલનાએ આ વર્ષે લગભગ 1–1.5 લાખ રૂપિયાનો વધારો થયો છે. સરકારની ડિસ્કાઉન્ટ યોજના લોકોને આકર્ષે છે અને યુવાનોમાં પણ ખાદી પ્રત્યે રસ વધી રહ્યો છે.

યુવાનોને અપીલ
“દરેક યુવાને ઓછામાં ઓછી એક જોડી ખાદી ખરીદવી જોઈએ. આવું કરવાથી નાના કારીગરોને પ્રોત્સાહન મળશે, તેમની રોજી-રોટી ચાલુ રહેશે અને ખાદીનો પરંપરાગત વારસો ટકી રહેશે,” એમ પણ તેમણે ઉમેર્યું.
ફેશન અને પરંપરાનું સંયોજન
આજના યુગને અનુરૂપ રંગબેરંગી ખાદી, મસ્લિન અને કોટન ડિઝાઇન બજારમાં ઉપલબ્ધ છે. જે માત્ર પરંપરાને જ નહીં, પણ ફેશનને પણ પૂરતું ઉતરે છે.
આ દિવાળી અને નવા વર્ષે ખાદી ખરીદી કારીગરોને સહારો આપો, દેશી હસ્તકલા બચાવો અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવો.