Gujarat wether :હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, “શક્તિ વાવાઝોડું હવે ધીમું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી કેટલાક દિવસો વરસાદી માહોલ રહેશે.”
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગુ કરાયું છે. માછીમારોને દરિયામાં ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.
દાસે જણાવ્યું કે, “વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવો વરસાદ રહેશે.”
અગામી ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે અને 3 થી 4 દિવસમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે તેવી શક્યતા છે.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે, જેનાથી વાતાવરણ ઠંડુ અને આનંદદાયક બનશે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે, કારણ કે ભારે વરસાદ પાકને અસર કરી શકે છે.