• Tue. Nov 18th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા.

Gujarat : નવરાત્રિ દરમિયાન થયેલા વરસાદી વિધ્ન પછી હવે દિવાળી આસપાસ પણ રાજ્યમાં ફરી એક વાર માવઠાની અસર જોવા મળશે. હવામાન વિભાગે 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી હોવા છતાં સિઝનનો કુલ વરસાદ 118 ટકા નોંધાયો છે, પરંતુ હજી પણ હવામાનમાં ભેજ અને પવનની દિશા બદલાતા ફરીથી વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે

“દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડશે. પવનોની દિશામાં ફેરફાર અને ટ્રફ લાઇન પસાર થવાના કારણે માવઠાની અસર જોવા મળશે.”

કયા દિવસ કયા જિલ્લામાં વરસાદ?

16 ઓક્ટોબર : તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ

17 ઓક્ટોબર : ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ

18–19 ઓક્ટોબર : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને વિસ્તારમાં વરસાદી માહોલ ચાલુ રહેશે

ખેડૂતોને સલાહ

હવામાન નિષ્ણાતોએ ખેડૂતોને સલાહ આપી છે કે ખેતરમાં પાક સુકવવા અથવા કાપણીનું કામ હોય તો વરસાદ પહેલાં પૂરતું સુરક્ષિત રાખે. આગામી ચાર દિવસ હવામાન ભેજાળ અને વાદળછાયું રહેશે.