Gujarat : ગુજરાતમાં ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ આજે યોજાયેલી વિશાળ ખેડૂત મહાપંચાયતમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર તીખો પ્રહાર કર્યો.
હજારો ખેડૂતો, મજૂરો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહેલી આ મહાપંચાયત દરમિયાન કેજરીવાલે જણાવ્યું કે,
“ગુજરાતની જનતા વર્ષોથી દમન સહન કરી રહી છે. ખેડૂતોને તેમની પાકની યોગ્ય કિંમત મળતી નથી, બેરોજગાર યુવાનોને નોકરી નથી, અને સામાન્ય માણસ પર અન્યાય થઈ રહ્યો છે. હવે આ દમનકારી સરકારને જવું જ પડશે.”
કેજરીવાલે વધુમાં કહ્યું કે ખેડૂતો દેશની રીડ છે, પરંતુ આજની સરકાર તેમના હિતને અવગણતી રહી છે. તેમણે આંદોલનકારીઓને સંદેશ આપ્યો કે,
“અમે શાંતિથી લડશું, પરંતુ અણ્યાય સામે ઝુકીશું નહીં. હવે સમય આવ્યો છે ગુજરાતમાં સાચી લોકશાહી સ્થાપિત કરવાનો.”
મહાપંચાયત દરમિયાન અનેક ખેડૂત નેતાઓએ પણ સરકારની નીતિઓની ટીકા કરી. ડીઝલ-ખાતરના વધતા ભાવ, પાક વીમા યોજના હેઠળ ન્યાય ન મળવો, અને નાગરિકોના અવાજને દબાવવાના પ્રયાસો અંગે પ્રશ્નો ઉઠાવ્યા.
મહાપંચાયતનું દ્રશ્ય.
જગ્યાજગ્યા “ખેડૂત એકતા જિંદાબાદ”ના નારા ગુંજતા રહ્યા હતા. કેજરીવાલના આગમન પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકોએ હાથમાં પ્લેકાર્ડ લઈને “દમન નહિ સહીએ” અને “ખેડૂત હક્ક આપો” જેવા નારા લગાવ્યા હતા.

કેજરીવાલનો સંદેશ ગુજરાતીઓને.
“ભાજપ હવે લોકોની સરકાર નથી રહી. તે એક અહંકારમાં ગરકાવ શાસન છે. ગુજરાતની પ્રજાએ હંમેશા સત્ય અને ન્યાય માટે લડત આપી છે. આ વખતે પણ એ લડત જીતવાની છે.”
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો અને સામાન્ય વર્ગની સાથે છે અને આવનારા ચૂંટણીમાં પરિવર્તન લાવશે.
આગામી આયોજન :
મહાપંચાયત બાદ ખેડૂત સંગઠનોએ રાજ્યભરમાં ગ્રામસ્તર પર ચર્ચાસભાઓ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી ખેડૂતોના મુદ્દાઓ રાજ્યવ્યાપી બનશે.
