• Fri. Jan 16th, 2026

Gujarat : આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે. 

Gujarat : રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. સાથે સાથે આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઠંડીનું જોર વધશે. કમોસમી વરસાદ અને ઠંડીના ડબલ અસરથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ, છે. જ્યાતીવ્ર બનવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યભરમાં વહેલી સવાર અને રાત્રિના સમયે કડકડતી ઠંડી અનુભવાશે.રે રાજ્યના અન્ય વિસ્તારોમાં ઠંડી વધુ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે

ઠંડીનો પારો ફરી ગગડશે

ગઇકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીમાં થોડો ઘટાડો અનુભવાયો હતો. પરંતુ વરસાદી માહોલ બાદ હવે ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ જિલ્લાઓમાં પડી શકે છે હળવો વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે 2 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના
સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલી**ના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધુ 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતોમાં ચિંતા

કમોસમી વરસાદ અને વધતી ઠંડીને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શાકભાજી અને તૈયાર પાક પર તેની અસર પડી શકે છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.