• Fri. Jan 16th, 2026

Gujarat : ચીખલી હાઈવે પર 30.13 લાખનો વિદેશી દારૂ ઝડપી એક આરોપી ઝડપાયો.

Gujarat : ચીખલી પોલીસે નેશનલ હાઈવે–48 પર મોટી કાર્યવાહી કરતાં રૂ. 30.13 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એક ખેપિયાને ઝડપ્યો છે.

પોલીસને ચોક્કસ બાતમી મળ્યા બાદ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર નેભા, વિજય દેવાયત અને યુવરાજસિંહ જુવાનસિંહની ટીમે થાલા નજીક MH-43-U-8646 નંબરની આઇસર ટેમ્પાને અટકાવી તપાસ કરી.

ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, બિયર અને વોડકાની કુલ 12,816 બોટલો મળી આવી, જેને રૂ. 30,13,200નું મૂલ્ય આંકવામાં આવ્યું છે.

તે ઉપરાંત, રૂ. 10 લાખની કિંમતનો ટ્રક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 40,18,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ડ્રાઈવર રાજેન્દ્ર ઉદીયા પ્રજાપત (મધ્ય પ્રદેશ)ને ધરપકડ કરી જ્યારે દારૂ ભરાવી આપનાર સોનુ (દમણ), મુકેશ નથ્થુ પ્રજાપત (મધ્ય પ્રદેશ) અને ટ્રકના હાલના માલિક સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ચીખલી પોલીસ મથકના PI ડી.એસ. કોરાટ વધુ તપાસ આગળ ધપાવી રહ્યા છે.