• Fri. Jan 16th, 2026

Gold Price Todey : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો.

Gold Price Todey : આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા અને રોકાણકારો દ્વારા નફારૂપી વેચવાલીના દબાણને કારણે શુક્રવારે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા હતા.

ચાંદીમાં 4400 રૂપિયાથી વધુનો કડાકો

ચાંદીના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. MCX પર 5 માર્ચ, 2026 ના વાયદામાં ચાંદીનો ભાવ પાછલા બંધ ભાવ ₹2,91,577 સામે ₹2,87,127 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધુ ગગડીને ₹2,85,513 સુધી પહોંચી ગયો હતો. આમ, ચાંદીમાં લગભગ ₹4,475 નો ઘટાડો નોંધાયો, જે 1.53% નો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ચાંદી ગઈકાલે મોટા ઘટાડા બાદ નવી ઓલટાઈમ હાઈ સપાટી 290000ને ક્રોસ કરી ગઇ હતી.

સોનામાં પણ નરમાઈ

સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર 5 ફેબ્રુઆરી, 2026 ના વાયદામાં સોનાનો ભાવ પાછલા બંધ ભાવ ₹1,43,121 સામે ₹1,42,589 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન ભાવ ₹1,42,400 સુધી નીચે ગયો હતો. આમ, સોનામાં ₹511 નો ઘટાડો નોંધાયો, જે 0.36% ની નરમાઈ દર્શાવે છે.

ઘટાડા પાછળના કારણો

આ ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે:

નફારૂપી વેચવાલી: પાછલા કેટલાક સત્રોમાં સોના-ચાંદીના ભાવ રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા બાદ રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે.

રમ વૈશ્વિક સંકેતો: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પ્રત્યેના નરમ વલણ અને યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ અંગેના હકારાત્મક નિવેદનોને કારણે ભૂ-રાજકીય તણાવ ઘટ્યો છે. આનાથી સોના-ચાંદી જેવી સુરક્ષિત રોકાણની માંગમાં ઘટાડો થયો છે.

મજબૂત ડોલર: યુએસ ડોલર મજબૂત થવાને કારણે પણ સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે.

બજારના નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક સ્તરે કોઈ મોટી રાજકીય અસ્થિરતા ન સર્જાય, ત્યાં સુધી સોના-ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળા માટે બંને ધાતુઓના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે.