Gujarat : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડી ધીમે ધીમે પકડ મજબૂત કરતી જોવા મળી રહી છે, જેમાં બુધવારે Valsad માં ગુલાબી ઠંડીનો અનુભવ વધુ ગાઢ બન્યો હતો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ઠંડક સ્થિર રહી, જ્યારે ધરમપુરમાં પારો 17 ડિગ્રી સુધી નીચે ઉતરતા જિલ્લામાં સૌથી વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.
પારનેરા ડુંગર પર વહેલી સવારના સમયે ફૂંકાતા ઠંડા પવનના સુસવાટાઓ શિયાળાની મોસમની હાજરી વધુ સ્પષ્ટ કરીને ગયા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે આવતા 24 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, બાદમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે.
જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી ઠંડીને કારણે સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે માર્ગો પર લોકો સ્વેટર, જેકેટ અને શાલ સાથે જોવા મળે છે. કૃષિ ક્ષેત્રમાં પણ ઠંડીનો પ્રભાવ દેખાઈ રહ્યો છે, ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત જેવા કાર્યોમાં વ્યસ્ત છે.
Your message has been sent
Your message has been sent
ખાસ કરીને આંબાની ફસલમાં રોગ અને જીવાતનો પ્રકોપ ન વધે તે માટે ખેડૂતો સાવચેતીના પગલા લઈ રહ્યાં છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો મુજબ, આગામી છ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર પૂર્વ–પૂર્વ દિશાના પવનો 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જેના કારણે રાત્રે પારો વધુ નીચે ઉતરવાની અને દિવસ દરમિયાન પણ ઠંડક યથાવત રહેવાની શક્યતા છે.
