Gujarat : સાબરકાંઠા ના ઇડર તાલુકા પંચાયતમાં ગ્રામ વિકાસ શાખામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા ઈડર ભાજપ યુવા મોરચાના આગેવાન કમલ નારાયણદાસ પટેલ અને હંગામી મહિલા કર્મચારી રૂપિયા 1.25 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા. આ સિવાય એક કર્મચારી ફરાર થઇ ગયો હતો. સિગ્રિકેશન કચરાના કામના બિલ મંજૂર કરાવવા માટે લાંચની ત્રણ કર્મચારીએ માગણી કરી હતી.
1.25 લાખની લાંચની માગ
ઇડર તાલુકા પંચાયતમાં આવેલા ગ્રામ વિકાસ શાખામાં હંગામી ધોરણે કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અને ઈડર તાલુકા ભાજપ યુવા મોરચાના આગેવાન કમલ નારાયણદાસ પટેલ કલસ્ટર કો ઓર્ડિનેટર જીન્નત બહેન પટેલ અને મેહુલ રાઠોડે સિગ્રેકેશન કચરાના વર્ગીકરણ કામના પેમેન્ટ બાબતે કોન્ટ્રાક્ટર પાસે થયેલા 12 ટકા લેખે રૂપિયા 1.25 લાખની લાંચની માગણી કરી હતી. આ કોન્ટ્રાક્ટર ઇડર તાલુકાના ચોરીવાડ, જાદર, વીરપુર, બોલુન્દ્રા અને પાનોલ ગામમાં સેગ્રિકેશન શેડ અને ખાર કૂવાનું કામ કર્યું હતું. જે લાંચ કોન્ટ્રાક્ટર આગપાવ માંગતા ના હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ તાલુકા પંચાયત કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. કમલ પટેલ અને જીન્નત પટેલને 1.25 લાખની લાંચ લેતા પકડી પાડયા હતા અને જયારે મેહુલ રાઠોડ મળી આવ્યો ન હતો. બંને લાંચિયા કર્મચારીને હિંમતનગરની એસીબીની કચેરીમાં લઈ ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
