પાકિસ્તાન સરકારે ભારત સામે T20 વર્લ્ડ કપમાં મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાને બાંગ્લાદેશનું સમર્થન કરતા ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. પાકના આ નિર્ણય બાદ ICC મોટું પગલું ભરી શકે છે અને પાકિસ્તાન પર ભારે દંડ લગાવી શકે છે.
પાકિસ્તાને ભારત સામે T20 વર્લ્ડ કપ 2026માં યોજાનારી મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના આ નિર્ણયથી તેમને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે અને ICC પાકિસ્તાન પર દંડ લગાવી શકે છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકારે ટીમને ભારત સામે મેચનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાને આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો છે.
હકીકતમાં, બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ 2026માં રમવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ICCએ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો હતો. હવે બાંગ્લાદેશ સાથે પોતાનું સમર્થન દર્શાવતા પાકિસ્તાને ભારત સામે મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ICC પાકિસ્તાન પર મોટો દંડ લગાવી શકે છે.
પાકિસ્તાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય
બાંગ્લાદેશના બહાર થયા બાદ પાકિસ્તાને પણ ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચવાની ચીમકી આપી હતી. જોકે, આમ કરવાથી તેમને ICC દ્વારા કડક પ્રતિબંધોનો સામનો કરવો પડત અને આ જ કારણે તેમણે ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરકારે ટીમને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે પરંતુ ભારત સામે મેચ ન રમવાનો આદેશ આપ્યો છે.
ICC દંડ લગાવી શકે છે
પાકિસ્તાનના આ નિર્ણય બાદ ભારતને આ મેચના બંને પોઈન્ટ મળી જશે. જોકે, ICC પાસે એ અધિકાર છે કે તે પાક ટીમ સામે કડક કાર્યવાહી કરતા ભારે દંડ લગાવી શકે છે. ભારત-પાકિસ્તાનનો મુકાબલો બહુપ્રતિક્ષિત હોય છે અને બધા આતુરતાથી રાહ જુએ છે. એટલું જ નહીં, આ મેચથી ભારે કમાણી થાય છે અને આ જ કારણે આ બંને ટીમોને હંમેશા એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે. જોકે, પાકિસ્તાનના ઇનકાર બાદ ભારે નુકસાન થઈ શકે છે અને આ જ કારણે ICC પાકિસ્તાન પર દંડ લગાવી શકે છે.
બ્રોડકાસ્ટરને ભારે નુકસાન
પાકિસ્તાન દ્વારા ભારત સામે મેચ ન રમવાના નિર્ણયથી બ્રોડકાસ્ટરને ભારે નુકસાન થઈ શકે છે. ભારત-પાકિસ્તાનની મેચના કારણે જ ICCને મીડિયા રાઈટ્સથી જંગી કમાણી થાય છે. હવે પાકિસ્તાનના ઇનકાર બાદ બ્રોડકાસ્ટરને ભારે નુકસાન થઈ શકે છે અને આ માટે તેઓ ICC પાસે તેની ભરપાઈ પણ માંગી શકે છે.
