Gold Price Today : તહેવારોની મોસમમાં સોનાના દાગીના ખરીદનારાઓને વધુ એક ઝટકો લાગ્યો છે. સોના અને ચાંદીના ભાવ સતત બીજા ટ્રેડિંગ દિવસે નવી ઊંચાઈએ પહોંચ્યા છે. MCX પર સોનાના ભાવ 0.45 ટકા વધીને ₹1,12,735 પ્રતિ 10 ગ્રામ થયા છે. ચાંદી 0.33 ટકા વધીને ₹1,33,995 પ્રતિ કિલો થયા છે.
રાજધાનીમાં સોનાનો ભાવ.
રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ સોમવારે ₹2,200 વધીને ₹10 ગ્રામના નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે. રોકાણકારો નીતિ નિર્દેશ માટે યુએસ ફેડરલ રિઝર્વ અધિકારીઓની મુખ્ય ટિપ્પણીઓની રાહ જોઈ રહ્યા છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ₹1,14,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
સ્થાનિક બુલિયન બજારમાં, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 2,150 રૂપિયા વધીને ₹1,15,650 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) ના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો છે. પાછલા બજાર સત્રમાં તે 10 ગ્રામ દીઠ રૂ. 1,13,500 પર બંધ થયો હતો.

કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના AVP, કાયનત ચૈનવાલાએ જણાવ્યું હતું કે, “રોકાણકારો દિવસના અંતમાં ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ના ઘણા અધિકારીઓની ટિપ્પણીઓ અને મંગળવારે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના મુખ્ય ભાષણની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે સ્પોટ ગોલ્ડ $3,728 પ્રતિ ઔંસના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો.”