Gujarat : વલસાડ શહેરમાં ચાલી રહેલા સી.સી. (સિમેન્ટ કોન્ક્રીટ) રોડના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ અંગે વલસાડના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ અધિનિયમ-1951ની કલમ 33(1)(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.
પ્રતિબંધનો સમયગાળો.
1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 દરમિયાન દરરોજ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી રેલ્વે ઓવરબ્રિજ – આર.પી.એફ. ગ્રાઉન્ડથી કલ્યાણ બાગ સુધીના માર્ગ પર ભારે વાહનોનું આવન-જાવન પ્રતિબંધિત રહેશે.
મુક્તિ ધરાવતા વાહનો.
આ પ્રતિબંધમાંથી નીચેના વાહનોને છૂટછાટ આપવામાં આવી છે:
એમ્બ્યુલન્સ
શબવાહિની
GSRTC બસો
સરકારી વિભાગના વાહનો
સ્કૂલ–કોલેજની બસો
ફાયર બ્રિગેડ વાહનો
રોડ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા વાહનો
ડાયવર્ઝન વ્યવસ્થા

સુરતથી આવતા ભારે વાહનો: NH-48 કુંડી ફાટક ચોકડી (ઓવરબ્રિજ નં.101) થી લીલાપોર ચોકડી સુધી જઈ શકશે, પરંતુ વલસાડ શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં.
સરોધી ચોકડી અને નાની સરોણ તરફથી આવતા વાહનો: ડિસ્કાર્ડેડ રોડ થઈ શહેરમાં પ્રવેશ પ્રતિબંધિત રહેશે.
વાપી તરફથી આવતા વાહનો: અતુલ–પારનેરા રોડથી વશીયર–ડી માર્ટ (ઓવરબ્રિજ નં.47) થઈ સેગવી મારફતે તિથલ જઈ શકશે, પરંતુ શહેરમાં પ્રવેશ નહીં.
ધરમપુર તરફથી આવતા વાહનો: તેઓ ધરમપુર ચોકડી સુધી આવી શકશે, પરંતુ શહેરમાં પ્રવેશ નહી કરી શકે.