Gujarat : સુરત શહેરમાં નશાકારક પદાર્થોના છૂટક વેચાણ અને સપ્લાયની ચેઈનને તોડવા સચીન પોલીસે સતત કાર્યવાહી શરૂ કરી છે. એ જ અભિયાનના ભાગરૂપે પોલીસે બાતમીના આધારે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં ત્રાટકીને મેલડી માતાના મંદિર પાસે ફુટપાથ પર ખુલ્લેઆમ છૂટક ગાંજાનું વેચાણ કરતા એક પેડલરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીની ઓળખ વિજય અશોકભાઈ બૈસાની (ઉંમર 35) તરીકે કરી છે,
પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિજય બૈસાનીએ કબૂલ્યું કે તે ગાંજાનો જથ્થો આશિષ કાલીચરણ નામના ઇસમ પાસેથી મેળવે છે અને પછી વિસ્તારના ગ્રાહકોને છૂટક વેચાણ કરે છે. પોલીસે હવે આશિષ કાલીચરણના પતાનો ભેદ મેળવવા માટે તપાસને વધુ ગતિ આપી છે, જેથી આ નશાના જાળમાં જોડાયેલા અન્ય સપ્લાયરો અને સૂત્રધારો સુધી પહોંચી શકાય.
જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો વતની છે અને હાલમાં સચીનના પારડી વિસ્તારમાં રહે છે. પોલીસે તેની પાસેમાંથી કુલ 88 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. 4,400 જેટલી આંકવામાં આવી છે. આરોપી જાહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યો હતો, જે સમાજમાં યુવાનોને નશાની લત તરફ ધકેલી શકે એવી ગંભીર બાબત ગણાય છે.
સચીન પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પોલીસનું કહેવું છે કે શહેરમાં નશીલા પદાર્થોનો પ્રવેશ બંધ કરવો અને યુવાનીને બर्बાદ થતી અટકાવવી એ તંત્રની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી છે, તેથી આવા પેડલરો વિરુદ્ધ સઘન કાર્યવાહી ચાલુ રહેશે.
