Gujarat : અમદાવાદમાં ફી રેગ્યુલેટરી કમિટીએ (FRC) શિક્ષણ ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું છે. શહેરની ચાર જાણીતી શાળાઓ વેદાંત ઈન્ટરનેશનલ, તુલીપ ઈન્ટરનેશનલ, જેમ્સ જેનિસિસ અને શિવ આશિષ સ્કૂલ પર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 5-5 લાખનો દંડ ફટકારાયો છે.
શું કહે છે નિયમો?
FRCના નિયમો મુજબ, શાળાઓએ દરેક શૈક્ષણિક વર્ષ માટે ફીનું મંજૂરીપત્ર મેળવવું જરૂરી છે. જો પ્રાથમિક અને માધ્યમિક સાથે પ્રિ-પ્રાયમરી સ્કૂલ પણ એ જ કેમ્પસમાં ચાલતી હોય, તો તેની ફી પણ FRC પાસેથી મંજૂર કરાવવી ફરજિયાત છે.
પરંતુ આ ચારેય શાળાઓએ નિયમોની અવગણના કરી કેટલાકે વધારાની ફી વસૂલી, તો કેટલાકે મંજૂરી લીધા વિના જ ફી વસૂલવાનું ચાલુ રાખ્યું.
હતની લાગણી
છેલ્લા કેટલાક વર્ષોથી શાળાઓની વધતી ફી અને મનમાની સામે વાલીઓમાં અસંતોષ હતો. હવે FRCની આ કાર્યવાહી વાલીઓ માટે ન્યાયરૂપ બની છે. અનેક વાલીઓએ કહ્યું છે કે “શિક્ષણ હવે વ્યવસાય બની ગયું છે, અને આવી કાર્યવાહી જ જરૂરી હતી.”

આ શાળાઓએ FRCની મંજૂરી વિના વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલ કરી હતી. વાલીઓની અનેક ફરિયાદો બાદ તપાસ હાથ ધરાઈ, જેમાં શાળાઓએ મંજૂર કરતાં વધુ રકમ વસૂલ કર્યાનું બહાર આવ્યું. પરિણામે FRCએ શાળાઓને કડક ચેતવણી આપી અને દંડ ફટકાર્યો છે. સાથે જ વધુ વસૂલેલી ફી વાલીઓને પરત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
શિક્ષણમાં પારદર્શિતા તરફ એક મોટું પગલું.
FRCની આ કાર્યવાહી શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારીની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે અન્ય શાળાઓ માટે પણ આ એક ચેતવણીરૂપ ઉદાહરણ બની શકે છે કે નિયમોના ભંગને હવે સહન નહીં કરવામાં આવે.
