Gujarat : વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં 27 અને 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન આવેલા મીની વાવાઝોડા અને ભારે વરસાદે વીજળીના નેટવર્કને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ કારણે કુલ 41,840 ગ્રાહકોના વીજ પુરવઠા પર અસર થઈ. પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતાં હવે પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં: 1 HT પોલ, 35 LT પોલ અને 1 ટ્રાન્સફોર્મરને નુકસાન → 1,266 ગ્રાહકો અસરગ્રસ્ત
નવસારી જિલ્લામાં: 114 HT પોલ, 130 LT પોલ અને 9 ટ્રાન્સફોર્મરને નુકસાન → 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત
ડાંગ જિલ્લામાં: 19 HT પોલ, 2 LT પોલ અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન → 3,820 ગ્રાહકો અસરગ્રસ્ત
કુલ મળીને 134 HT પોલ, 167 LT પોલ અને 12 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું.
પોલ અને ટ્રાન્સફોર્મર ધરાશાયી.
તોફાની પવન અને વરસાદને કારણે અનેક HT-LT પોલ અને ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા. વીજ તાર તૂટી પડ્યા અને વૃક્ષો લાઇન પર પડતાં વિતરણ નેટવર્ક ખોરવાયું. ખાસ કરીને ચીખલી, બિલીમોરા, વલસાડ શહેર તથા વાંસદા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક અસર જોવા મળી.
પુરવઠો પૂર્વવત.
DGVCLના સતત મોનીટરીંગ અને કર્મચારીઓની ઝડપી કામગીરીને કારણે ટૂંકા સમયમાં જ તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો.

યુદ્ધના ધોરણે કામગીરી.
પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ વર્તુળ કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો હતો. અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ સાથે આશરે 40 કોન્ટ્રાક્ટર ગેંગોને કાર્યરત કરવામાં આવ્યા. મશીનરી અને વધારાના વાહનોની મદદથી દિવસ-રાત મરામત કામગીરી હાથ ધરાઈ.