Gujarat : ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં સોલાર પેનલનો વ્યવસાય કરતા એક દંપતી સાથે 580 સોલાર પેનલના મોટા ઓર્ડરના બહાને 2.02 લાખની ઓનલાઈન ઠગાઈ થઈ છે. આનંદસિંહ અને તેમની પત્ની હેતલબેન છેલ્લા ત્રણ વર્ષથી સોલાર પેનલનું કામ કરે છે. તેમણે કેશસ્ક્વેર નામની કંપનીમાં સંપર્ક કરતાં ભાગ્યેશ અકબરી નામના વ્યક્તિ સાથે ડીલ થઈ હતી.
મોટા ઓર્ડર પર વિશ્વાસ વધતાં દંપતીે 4 થી 9 જુલાઈ દરમ્યાન જુદા જુદા હપ્તામાં કુલ ₹2,02,800 ઓનલાઈન ચુકવી દીધા હતા. આરોપીએ પેનલ મોકલવાની ખાતરી આપી હતી, પરંતુ પેમેન્ટ મળ્યા બાદ તે ફોક્સ વેગન કારમાં રવાના થઈ ગયો અને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો.
પછી દંપતી કંપનીએ ગયા ત્યારે જાણવા મળ્યું કે ભાગ્યેશ અગાઉ ત્યાં નોકરી કરતો હતો, પરંતુ હાલમાં કંપની સાથે તેનો કોઈ સંબંધ નહોતો. ઠગાઈનો ખ્યાલ આવતા દંપતીે સેક્ટર–7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીની શોધમાં આગળની તપાસ કરી રહી છે.
