Gujarat : રાજ્યમાં ઠંડીની શરૂઆત સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી લઈને 12 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે.
આવી પરિસ્થિતિમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે, જ્યારે ત્યારબાદ તાપમાનમાં કોઈ વિશેષ ફેરફાર નહીં જોવા મળે.
હાલમાં ઉત્તર તથા ઉત્તર-પૂર્વ દિશાથી પવન ફૂંકાતા સવાર અને સાંજના સમયમાં ઠંડકનો અહેસાસ વધુ થાય છે. અમદાવાદમાં આજે આકાશ સાફ રહેવાની શક્યતા સાથે મહત્તમ તાપમાન આશરે 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની સંભાવના છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઠંડીની અસર વધુ સ્પષ્ટ થઈ રહી છે.
