• Fri. Oct 3rd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : હવામાન વિભાગે રાજ્યમાં આવતા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી.

Gujarat : હવામાન વિભાગે રાજ્યમાં આવતા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરંતુ 2 દિવસ બાદ, એટલે કે 14 સપ્ટેમ્બરથી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે.

હવામાનનું હાલનું પરિસ્થિતિ.

ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગોમાં બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ ખસીને આજે નબળું પડી ગયું છે.

પરિણામે હાલ રાજ્યમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે.

આજે અમદાવાદમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે, મહત્તમ તાપમાન 33.2° C અને ન્યૂનતમ 25.4° C રહેશે.

વરસાદની હાલની સ્થિતિ.

રાજ્યમાં અત્યાર સુધી 37.40 ઈંચ એટલે કે 107.76% વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ કચ્છમાં 136% વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં 118.72%, મધ્ય ગુજરાતમાં 110%, દક્ષિણ ગુજરાતમાં 111% વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93.36% વરસાદ નોંધાયો છે.