Gujaart : વલસાડ તાલુકાના અટગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં ખેરગામ તાલુકાના બે વ્યક્તિઓ મૃત થયેલા પશુઓને ફેંકવા આવ્યા હતા. આ ઘટના સામે આવતા બે દિવસ પહેલા સ્થાનિક લોકોએ તેમને પકડીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ ઘટનાને લઈ તણાવપૂર્ણ માહોલ હોવા છતાં પરિસ્થિતિ કાબુમાં છે.
આ મુદ્દે સોમવારની સાંજે કલવાડા ખાતે સમાધાન બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખેરગામના અલગ-અલગ સમાજના આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ બેઠક દરમિયાન જ બંને સમાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.