• Fri. Oct 3rd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : સુરત-નવસારી સહિત 5 જિલ્લામાં યેલો એલર્ટ, ભારે વરસાદની શક્યતા.

Gujarat : હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે. હાલમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન.

ગઈકાલે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે પશ્ચિમ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. આજે તે લો પ્રેશર સિસ્ટમમાં વિકસ્યું છે. આ સિસ્ટમ 5.8 કિમી ઊંચાઈ સુધી દક્ષિણ તરફ ઝુકાવ લઈને આગળ વધી રહી છે અને આજથી દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢ તરફ ખસવાની શક્યતા છે.

14 સપ્ટેમ્બરે યેલો એલર્ટ.

હાલ રાજ્ય માટે ભારે વરસાદની આગાહી નથી.

પરંતુ 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.