Thursday , 5 February 2026
Home ભારત મહેરબાની કરીને તમારા બાળકોને ગેમ રમવા ન દેતા… 3 દીકરીઓની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વેદના
ભારત

મહેરબાની કરીને તમારા બાળકોને ગેમ રમવા ન દેતા… 3 દીકરીઓની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વેદના

ગાઝિયાબાદમાં ત્રણ સગીર સગી બહેનોએ 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બહેનોને એક ટાસ્ક-બેઝ્ડ કોરિયન ગેમની લત હતી અને તેના કારણે જ ત્રણેયે આત્મહત્યા કરી છે. જોકે, પોલીસનું કહેવું છે કે તેઓ દરેક પાસાથી તપાસ કરી રહ્યા છે.

“સોરી, અમે કોરિયાને નથી છોડી શકતા. કોરિયા અમારું જીવન અને જીવ છે. અમે તેને નથી છોડી શકતા…”

ત્રણ દીકરીઓની આત્મહત્યા બાદ તેમના છેલ્લા શબ્દોને યાદ કરતા પિતાનો કંઠ રૂંધાઈ રહ્યો છે. ગાઝિયાબાદની ભારત સોસાયટીના નવમા માળે રહેતા ચેતનનો સંસાર ઉજ્જડ થઈ ગયો છે. કોરિયન ઓનલાઇન ગેમે તેમનું સર્વસ્વ છીનવી લીધું છે. તેમની ત્રણેય દીકરીઓએ ગેમની આ ડેથ ટ્રેપ (મોતના જાળ) માં ફસાઈને પોતાનો જીવ આપી દીધો.

મીડિયા સાથે વાત કરતા ચેતન કહે છે કે તેમણે તેમની દીકરીઓની છેલ્લી સુસાઈડ નોટ પોલીસ પાસે જોઈ હતી. તેમાં લખ્યું હતું- ‘પાપા સોરી’. આંખોમાં આંસુ સાથે ચેતન દરેક માતા-પિતાને વિનંતી કરતા કહે છે કે તેઓ બાળકોને ગેમથી દૂર રાખે. તેઓ કહે છે, “આ બહુ ખરાબ થયું છે. આવું કોઈના બાળકની સાથે ન થાય. બાળકો ગેમ રમવાનું છોડે. માતા-પિતા પોતાના બાળકને ગેમ રમવા ન દે, બસ. ગેમમાં કયો ટાસ્ક ક્યારે આવી જાય છે, તેની ખબર પણ નથી પડતી. અમને પણ ખબર ન પડી.”

ત્રણેય બાળકીઓને કઈ ગેમની લત હતી, તેવા પ્રશ્ન પર ચેતન જણાવે છે કે તેમને આ વિશે પૂરી જાણકારી નથી. તેમને એક લિંક કોરિયાથી આવી હતી. પોલીસ પાસે ફોન છે, તેઓ જ વિગતો મેળવશે. “જો મને ખબર હોત કે તેમને શું ટાસ્ક આપવામાં આવ્યો છે, તો હું તેમને ગેમ રમવા જ ન દેત.”

Related Articles

ભારત

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: 4 આરોપીઓની ઓળખ થઈ, લોરેન્સ ગેંગના શુભમ લોંકર સાથે મળીને રચ્યું હતું કાવતરું

મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર શનિવારે મોડી રાત્રે ચાર રાઉન્ડ...

ભારત

ધનબાદ-સાસારામ ઇન્ટરસિટી બની ‘કવચ’ સાથે ચાલનારી પ્રથમ ટ્રેન, 130 કિમીની ઝડપે દોડી

પૂર્વ-મધ્ય રેલવેએ માનપુર–સરમાટાંડ રેલખંડ (93.3 કિમી) માં કવચ પ્રણાલી લાગુ કરીને મુસાફરોની...