Saturday , 6 June 2026
Home ગુજરાત PM મોદીજીનું માર્ગદર્શન, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં અથાક પ્રયાસો અને જનતાનો વિશ્વાસ બન્યો વિકાસનો આધાર – આર. વી. મહેતા
ગુજરાત

PM મોદીજીનું માર્ગદર્શન, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં અથાક પ્રયાસો અને જનતાનો વિશ્વાસ બન્યો વિકાસનો આધાર – આર. વી. મહેતા

👉ઐતિહાસિક વિકાસ યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસની સાક્ષી બની દીવની જનતા, દમણ ખાતે યોજાયેલા કાર્યક્રમનું મલાલા ઓડિટોરિયમમાં જીવંત પ્રસારણ યોજાયું👈

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં દમણ આગમન તથા વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસનાં ઐતિહાસિક અવસરે દીવ સ્થિત મલાલા ઓડિટોરિયમમાં પ્રશાસન દ્વારા જનસામાન્ય માટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ આયોજન કરવામાં આવ્યું હતું.

દમણ ખાતે કાર્યક્રમની શરૂઆત સ્થાનિક કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી, જેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત તેમજ કેન્દ્રશાસિત પ્રદેશની લોકસંસ્કૃતિનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં સ્વાગત અને અભિનંદન સાથે વિકાસયાત્રાની આ ગૌરવપૂર્ણ પળોને ઉત્સાહભેર માણેલ હતાં.

પ્રધાનમંત્રીશ્રીએ દમણ આગમન સાથે નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું તેમજ નવી યોજનાઓના અમલીકરણની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોની પ્રશંસા કરતાં માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ તથા તેમની સમગ્ર વહીવટી ટીમનાં સમર્પણ, કાર્યકુશળતા અને વિકાસ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને બિરદાવેલ હતાં.

આ અવસર પ્રધાનમંત્રીશ્રીનાં દૂરંદેશી નેતૃત્વ, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં વિકાસલક્ષી માર્ગદર્શન, વહીવટી તંત્રની અવિરત મહેનત તથા પ્રદેશની જનતાનાં સતત સહયોગ અને વિશ્વાસનું જીવંત પ્રતિક બની રહ્યો. પ્રધાનમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જનભાગીદારી અને સુશાસનનાં માધ્યમથી કેન્દ્રશાસિત પ્રદેશ વિકાસ અને સમૃદ્ધિનાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યો છે.

આ પ્રસંગે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર સહિત પ્રદેશનાં જનપ્રતિનિધિઓ તેમજ ભાજપા પદાધિકારીઓએ પ્રધાનમંત્રીશ્રીનું મંચ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમજ ઉપસ્થિત જનમેદનીએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” નાં ગગનભેદી નાદ સાથે રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની અખંડ નિષ્ઠાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

Related Articles

ગુજરાત

આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’, ગુજરાત પોલીસ સાયબર ગુનેગારો સામે એક્શન મોડમાં

ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ઠગાઈના કેસોને લઈને રાજ્ય સરકાર અને...

ગુજરાત

ગુજરાત સરકારે 72 IAS અધિકારીઓની બદલીના કર્યા આદેશ, જોઈ લો બદલીની સંપૂર્ણ યાદી

ગુજરાત સરકાર દ્વારા 13 મે, 2026ના રોજ રાજ્યનાં 72 IAS અધિકારીઓની બદલી...

ગુજરાત

ગુજરાતમાં રાજકીય ગરમાવો : ભાજપના ‘ડર’થી કોંગ્રેસે આ શહેરના 60થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે અન્ય કોઈ મહત્વની રાજકીય હિલચાલ, પક્ષપલટા...