Monday , 27 July 2026
Home ગુજરાત આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી
ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાજ્યના તમામ વિસ્તારોમાંથી આગામી દિવસોમાં રેડ એલર્ટ હટાવી દીધું છે. જોકે, આગામી બે દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા યથાવત છે, જેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26 જુલાઈ

IMDએ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

27 જુલાઈ

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

28 જુલાઈ

ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

29 જુલાઈ

આ દિવસે પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી. જોકે, રાજ્યભરમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

30 જુલાઈ

ફરી એકવાર ભારે વરસાદની સંભાવના છે. IMDએ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

31 જુલાઈ

IMDએ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે.

તે ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1 ઓગસ્ટ

IMDએ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં અતિભારે વરસાદની શક્યતા છે.

જ્યારે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Related Articles

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...

ગુજરાત

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: ફર્જ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના...

ગુજરાત

વલસાડમાં પત્રકારોની જનરલ મિટિંગ : પ્રેસ કોન્ફરન્સમાં માત્ર માન્યતા પ્રાપ્ત પત્રકારોને જ પ્રવેશ આપવા માંગ, પોલીસવડાને રજૂઆત

વલસાડ જિલ્લાના પત્રકારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તથા...