• Thu. Nov 20th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : ગિફ્ટના બિલ પાસ કરવા ₹1.44 લાખની લાંચ લેતા ASI અને સુપરવાઈઝર ઝડપાયા.

Gujarat : ગોધરા SRP ગ્રુપ-5ના ASI રોશનકુમાર ભુરીયા અને AMCના કોન્ટ્રાક્ટ સુપરવાઈઝર પ્રિન્સ ડામોરને ACBએ ₹1.44 લાખની લાંચ લેતા ઝડપ્યા છે. SRP કર્મચારી મંડળી માટે ઓર્ડર કરાયેલા ગિફ્ટના ₹8.37 લાખના બિલ પાસ કરવા માટે કુલ ₹2.51 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમાંથી ₹97,000 પહેલાથી જ વેપારી પાસેથી લેવામાં આવી ચૂક્યા હતા.

670 ગિફ્ટ આર્ટિકલનો ઓર્ડર અને ‘વ્યવહાર’ની માંગ
ASI રોશનકુમાર SRPની કર્મચારી ધિરાણ ગ્રાહક મંડળીના મંત્રી છે. તેમણે સપ્ટેમ્બરમાં મંડળીના સભ્યો માટે 670 નંગ ગિફ્ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર વખતે જ તેમણે “વ્યવહાર તો થતો જ હોય છે” એવી ચર્ચા કરી હતી.

13 નવેમ્બરે વેપારીએ ગિફ્ટ પહોંચાડીને ₹8.37 લાખનું બિલ રજૂ કર્યું. બિલ પાસ કરવા ASIએ 30% કમિશન તરીકે ₹2.51 લાખ લાંચની માંગણી કરી. શરૂઆતમાં ફરિયાદીએ ASIના કહેવાથી AMCના સુપરવાઈઝર પ્રિન્સ ડામોરને ₹97,000 ચૂકવ્યા હતા.

બાકી ₹1.44 લાખ માટે દબાણ અને ACBનો છટકો.
બાકીની લાંચ ₹1.44 લાખની ફરીથી માંગણી થતા ફરિયાદી ACB પાસે પહોંચ્યા. ACBએ છટકો ગોઠવી:

ફરિયાદીને નહેરુ બ્રિજ પાસેની ઓફિસમાં બોલાવવામાં આવ્યા

ASIની વતી લાંચ લેવા પ્રિન્સ ડામોર પહોંચ્યો

ACBએ તેને રંગેહાથ પકડી લીધો

ત્યરબાદ ASI રોશનકુમારને ઓઢવ રીંગરોડ પાસેથી ઝડપી લેવામાં આવ્યા

ACBએ બંને સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.