• Fri. Jan 16th, 2026

રાજકોટઃ વિદ્યાર્થી આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર

રાજકોટના લોધીકાના મોટાવડા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીએ શિક્ષકોનો ત્રાસ હોવાનું કહીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં પોલીસના તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર થયા હોવાનો ખુલાસો થયો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આપઘાત માટે મજબૂર કરનારા શાળાના આચાર્ય સચિન વ્યાસ અને શિક્ષિકા મોસમી શાહ તેમજ વિભૂતિ જોશી અટકાયત કરવા પોલીસ પહોંચી હતી પરંતુ આ ત્રણેય શખ્સો ફરાર છે.

રૂરલ પોલીસે ફરાર શિક્ષિકાઓને ઝડપી પાડવા માટે ટીમ બનાવી છે. ઉલ્લેખનીય છે કે 16 વર્ષનના ધ્રુવિલ નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા માતા પિતાને સંબોધીને સ્યૂસાઈડ નોટ લખી હતી અને બે વીડિયો બનાવ્યા હતા..જેમાં તેણે આચાર્ય અને શિક્ષિકાઓએ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે સ્કુલના આચાર્ય સહિત ત્રણ શખ્સો સામે ગુનો પણ દાખલ કર્યો હતો. પોલીસે આ કેસમાં આચાર્ય અને શિક્ષિકાઓના નિવેદન પણ લીધા હતા. તેઓ ફરાર થઈ જતા પોલીસે તેઓને ઝડપી પાડવા ટીમ બનાવી છે.