Gold Prize Today : જો તમે આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારો સમય સાબિત થઈ શકે છે. આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ 0.23% ઘટીને 93,429 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો જ્યારે ચાંદીનો ભાવ 0.44% ઘટીને 96,338 રૂપિયા પ્રતિ કિલો થયો.
મંગળવારે બુલિયન બજારમાં સોનાનો ભાવ
મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાનો ભાવ 950 રૂપિયા વધીને 97,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે.
૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૧૦૦૦ રૂપિયા વધીને ૯૭,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. સોમવારે, ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકા સોનાનો ભાવ ૩,૪૦૦ રૂપિયા ઘટીને અનુક્રમે ૯૬,૫૫૦ રૂપિયા અને ૯૬,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. દરમિયાન, ચાંદીના ભાવ 250 રૂપિયા ઘટીને 99,450 રૂપિયા પ્રતિ કિલો થયા, જે તેના અગાઉના બંધ 99,700 રૂપિયા પ્રતિ કિલો હતા.