• Sat. Nov 22nd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : નોકરીમાં પાછા લેવા 2 લાખની લાંચ. કોન્સ્ટેબલ સહિત બે રંગેહાથ ઝડપાયા.

Gujarat : ભાવનગર માં ACBએ સફળ છટકો ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા માંગવામાં આવેલી 2 લાખ રૂપિયાની લાંચના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત બે શખ્સોને 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા.શિકાયતકર્તાને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર તરીકેની નોકરીમાં પાછા લેવા, બાકી પડેલા પગાર ચૂકવવા અને તેમની સામે પોલીસ ફરિયાદ ન કરવા બદલ આ લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવાની મનાઈ કરતા ACBનો સંપર્ક કરાયો હતો.

છટકા દરમિયાન આરોપી વિસ્તરણ અધિકારી દશરથસિંહ ચૌહાણે ફરિયાદીને લાંચની રકમ પોતાના મળતીયા રુતુરાજસિંહ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ), જીગર ઠક્કર (ખાનગી વ્યક્તિ) અને વિરેન્દ્રસિંહ મારફતે આપવા સૂચના આપી હતી. ACBની ટીમે અગ્રવાલ આંખ હોસ્પિટલના પ્રથમ માળે ગોઠવેલા ટ્રેપમાં રુતુરાજસિંહ પરમાર અને જીગર ઠક્કર 1.50 લાખ સ્વીકારતા જ પકડી પાડ્યા.

આ દરમિયાન મુખ્ય આરોપી વિસ્તરણ અધિકારી દશરથસિંહ ચૌહાણ અને તેનો સાથી વિરેન્દ્રસિંહ ગોહેલ ફરાર થઈ ગયા છે, જેમની શોધખોળ ACB દ્વારા તેજ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી ACB ગાંધીનગર એકમના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી.