Uterpradesh News : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પર 24 કલાકની મેરેથોન ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા આજે સવારે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉપરાંત, સીએમ યોગી આજે બધા પ્રશ્નોના જવાબ પણ આપશે. અગાઉ, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે ‘મુખ્યમંત્રીના કારણે જ મને ન્યાય મળી શક્યો છે. જ્યારે કોઈ આશા બાકી નહોતી, ત્યારે તેમણે જ અતીક અહેમદને માટીમાં દફનાવી દીધો અને મારા સહિત તમામ મહિલાઓને ન્યાય આપ્યો.
“હું થાકી ગઈ હતી, મુખ્યમંત્રીએ મને ન્યાય અપાવ્યો’.
પૂજા પાલે ગૃહમાં પોતાના ભાષણની શરૂઆત મુખ્યમંત્રી યોગીનો આભાર માનીને કરી. તેમણે કહ્યું કે ‘અહીં બેઠેલા દરેક વ્યક્તિ જાણે છે કે મારા પતિને કોણે માર્યો. હું ન્યાય માટે લડીને કંટાળી ગઈ હતી. પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મને ન્યાય અપાવ્યો.’
અતીક અહેમદને માટીમાં દફનાવી દીધો.
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલે સીએમ યોગીની પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘બધા જાણતા હતા કે મારા પતિને કોણે માર્યો, પરંતુ કોઈએ કંઈ કર્યું નહીં. સીએમ યોગીએ ઝીરો ટોલરન્સ જેવી નીતિ લાગુ કરીને મારા સહિત ઘણી મહિલાઓને ન્યાય અપાવવાનું કામ કર્યું છે.’ તેમણે કહ્યું હતું કે ‘કોઈએ મારી વાત સાંભળી નહીં, પછી સીએમ યોગીએ અતીક અહેમદ જેવા ગુનેગારને ખતમ કરી દીધો. તેમણે મારા પતિના ખૂનીને ખતમ કરવાનું કામ કર્યું.’ પૂજા પાલે આગળ કહ્યું હતું કે ‘કોઈ પણ અતીક અહેમદ જેવા ગુનેગાર સામે લડવા માંગતું ન હતું.’
તેમણે કહ્યું કે ‘મુખ્યમંત્રી યોગીએ મારા છુપાયેલા આંસુ જોયા, જે ઘણા વર્ષોથી કોઈએ જોયા ન હતા. તેમણે મારું દુઃખ અને વેદના જોઈ, ત્યારબાદ તેમણે મને ખરા અર્થમાં ન્યાય અપાવ્યો.’ પૂજા પાલ આગળ કહે છે કે ‘મુખ્યમંત્રીએ માત્ર મને જ નહીં, પરંતુ આવા ઘણા પરિવારોને પણ ન્યાય અપાવ્યો છે જેઓ પીડિત હતા.’
