Valsad News :વલસાડ જિલ્લામાં ફરીથી કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જિલ્લામાં વધુ બે લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે, જેને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.
જિલ્લા આરોગ્ય વિભાગે બંને દર્દીઓનો તાત્કાલિક સંપર્ક કરીને તેમને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે. તાજેતરના આ કેસોની સાથે વલસાડ જિલ્લામાં કોરોનાના કુલ 10 કેસ નોંધાયા છે, જેમાંથી 4 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 6 એક્ટિવ કેસ છે. હાલમાં એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ હાલર રોડ વિસ્તારમાં રહેતી 28 વર્ષની મહિલા મુંબઇ ગઈ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તેણી બીમાર પડી હતી. આરટિપીસીઆર ટેસ્ટમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બીજું કેસ ધરમપુર ચોકડી પાસે રહેતા 31 વર્ષના યુવાનનો છે, જે પારડીના એક ખાનગી ઉદ્યોગમાં નોકરી કરે છે. તબિયત બગડતા આરટિપીસીઆર કરાવતા તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જાહેર અપિલ: આરોગ્ય તંત્રએ તમામ નાગરિકોને માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અને જરૂરી પડે ત્યાં જ બહાર જવાની અપીલ કરી છે